Western Times News

Gujarati News

સેલવાસમાં ગટર સફાઈ દરમિયાન ૩ શ્રમિકોનાં મોત

Files Photo

સેલવાસ: આપણે ૫ય્ તરફ આગળ વધવા જઈ રહ્યા છે. તેમ છતાં આજે પણ ગરીબ શ્રમિકોને ગટરમાં ઉતરવાનો વારો આવે છે. અને તેને કારણે અનેક મજૂરોનાં મોત પણ નિપજ્યા છે. ત્યારે દાદરાનગરના સેલવાસમાં ગટર સફાઈ માટે અંદર ઉતરેલા ૩ શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. તેમની ડેડબોડી ન મળતાં ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના ડોકમરડીના ગામમાં ગટર સફાઈ માટે ૩ શ્રમિકો અંદર ઉતર્યા હતા. પણ ગેસ ગળતરને કારણે ત્રણેય શ્રમિકોનાં ગુંગળાઈ જવાને કારણે મોત નિપજ્યા હતા. શ્રમિકોનાં મોત થતાં સરકારી અધિકારીઓ સહિત ફાયરનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જાે કે, શ્રમિકોના મૃતદેહોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ફાયર વિભાગ દ્વારા જેસીબીની મદદથી ખાડો ખોદીને મૃતદેહો શોધવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અને ગટરની અંદર ઉતરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં પણ ગટર સફાઈના મશીનો લાવવામાં આવ્યા ન હતા.

જાે આ મશીનો હોત તો માણસોને ગટરમાં ઉતરવાની નોબત ન આવતી. અને થોડા પૈસા માટે ગરીબ માણસ ગટરમાં ઉતરવા પણ મજબૂર બની ગયો પણ પોતાનો જીવ ગુમાવી ચૂક્યો. હવે તેમના પરિવારનું પાલનપોષણ કેવી રીતે થશે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.