Western Times News

Gujarati News

કેનેડા, અમેરિકા, બ્રિટનમાં ગત સપ્તાહે ગરમીએ લીધો ૧૦૦૦નો ભોગ

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં તાપમાનનો પારો દિનપ્રતિદિન વધતો જઇ રહ્યો છે. વૈશ્વિક તાપમાન અને જળવાયુ પરિવર્તનને લઇને દુનિયભરમાં લાંબા સમયથી ચર્ચા પણ ચાલી રહી છે. કેટલાક દેશો આ મુદ્દે સાથ મળીને કામ કરવા તૈયાર છે તો કેટલાક તેની ચિંતાઓને નજરઅંદાજ કરતાં પોતાના ત્યાં અંધાધૂંધ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

તેને લઇને અનેક વર્ષોથી જળવાયુ પરિવર્તનના વિષય પર વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપતા રહ્યાં છે કે વર્ષ ૨૦૭૦ સુધી પૃથ્વીનું તાપમાન એટલું વધી જશે કે અહીં રહેવું લગભગ અશક્ય બની જશે. જુલાઇ ૨૦૧૯ને માનવ ઇતિહાસના અત્યાર સુધીના સૌથી ગરમ મહિના તરીકે નોંધવામાં આવ્યો છે.

આ પહેલા જુલાઇ ૨૦૧૬ હતો. ૨૦૨૧ના ઉનાળામાં જ ઉત્તર પશ્ચિમી પ્રશાંત વિસ્તારમાં વધતા તાપમાનથી પશ્ચિમી કેનેડા અને અમેરિકાના ઓરેગન, કેલિફોર્નિયા, પોર્ટલેન્ડ અને વોશિંગ્ટન જેવા રાજ્યોમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. બ્રિટનમાં પણ હીટ વેવનો પ્રકોપ સતત વધી રહ્યો છે.

ગત સપ્તારે જ આ વિસ્તારોમાં લગભગ ૧ હજારથી વધારે લોકોના જીવ ગયા છે. હવામાન વિજ્ઞાનીઓ અનુસાર ઉત્તર પશ્ચિમમાં ઉચ્ચ દબાણનું ક્ષેત્ર બનવાથી ગરમીની આ લહેર એટલે કે હીટ વેવ પેદા થઇ છે પરંતુ તેને ખતરનાક સ્તર સુધી લઇ જવા માટે જળવાયુ પરિવર્તન જવાબદાર છે. કેનેડાના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હવે દક્ષિણ અલ્બર્ટા અને સસ્કાચેવાન વિસ્તારમાં તાપમાન વધી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં નહીં આવે તો પરિણામ અત્યંત ગંભીર હશે. ગત વર્ષે ઉનાળા પહેલા સાયન્સ એડવાન્સેસ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક એવા સ્થળો છે જ્યાં પહેલા ગરમીનો કોઇ અહેસાસ જ થતો ન હતો પરંતુ હવે ત્યાં પણ તાપમાન સતત વધતુ જાેવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.