Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કોમેન્ટ કરી

નવીદિલ્હી: કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર હંમેશા પોતાની અંગ્રેજીને લઇને ચર્ચામાં રહે છે. હવે શશી થરૂરનાં શબ્દકોશમાંથી  નામનો એક નવો શબ્દ બહાર આવ્યો છે. જેનો અર્થ છે દાઢી ઉગાડવી. શશી થરુરે આ શબ્દ વિશે ટ્‌વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢીનો ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસનાં નેતા શશી થરૂરે વડા પ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. શશી થરૂરે એક ટિ્‌વટર યુઝર્સનાં સવાલનાં જવાબ આપતી વખતે આ કટાક્ષ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના મિત્રએ તેમને નવો અંગ્રેજી શબ્દ શીખવાડ્યો છે, જેનો અર્થ દાઢી ઉગાડવાનો છે. શશી થરૂરે એક વાક્યમાં આ શબ્દનો ઉપયોગ કરતાં કહ્યું કે, વડા પ્રધાન મોદી મહામારી દરમ્યાન દાઢી ઉગાડતા રહ્યા. આપને જણાવી દઇએ કે, પ્રિયા આનંદ નામનાં એક ટિ્‌વટર યુઝરે શશી થરૂરને ટ્‌વીટ કરીને કહ્યું હતું કે,

તે લાંબા સમયથી અંગ્રેજીનો નવો શબ્દ શીખવાની રાહ જાેઈ રહી છે. ટિ્‌વટર યુઝરે કહ્યું કે, તમારા અદભૂત ભાષણો ઉપરાંત હું ઘણા લાંબા સમયથી નવા શબ્દની રાહ જાેઈ રહી છું. યુઝર્સને જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મારા અર્થશાસ્ત્રી મિત્ર રતિન રોયે મને આજે એક નવો શબ્દ  શીખવાડ્યો છે. જેનો અર્થ દાઢી ઉગાડવાનો છે.

વડા પ્રધાન જેમ રોગચાળા દરમ્યાન દાઢી ઉગાડવામાં વ્યસ્ત હતા. આ પહેલીવાર નથી જ્યારે શશી થરૂરે વડા પ્રધાન મોદીની દાઢી પર કટાક્ષ કર્યો છે. આ પહેલા પણ શશી થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી અને દેશની જીડીપીની તુલના કરી છે. શશી થરૂરે વડા પ્રધાન મોદીનાં પહેલા કાર્યકાળ દરમ્યાન મોદી સરકારની કાર્યકારી શૈલીની ટીકા કરતા એક પુસ્તક પણ લખ્યું હતું. શશી થરૂરનાં પુસ્તકનું નામ છે પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર. આ પુસ્તક ૨૦૧૮ માં પ્રકાશિત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.