Western Times News

Gujarati News

દરોડામાં રાજસ્થાન પોલીસના ઇન્સ્પેક્ટર પાસેથી આવકથી ૩૩૩ ટકા વધુ પ્રોપર્ટી મળી

જાેધપુર: અન્ટી કરપ્શન બ્યૂરો (એસીબીે) તરફથી આવકથી વધુ સંપત્તિ મામલામાં સર્ચ ઓપરેશનમાં જાેધપુરના સૂરસાગર પોલીસ અધિકારી પ્રદીપ શર્માની પાસેથી ૪ કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે. આ તેમની કાયદેસરની સંપત્તિથી ૩૩૩ ટકા વધુ છે. તેમની પાસેથી જાેધપુર જિલ્લામાં ૧૦ વીમા જમીન પર સ્કૂલ, ખનીજ સ્ટોન લીઝ અને બીકાનેરમાં જમીનના દસ્તાવેજ કબજે લેવાયા છે. આરટીઆઇ કાર્યકર્તા નંદલાલ વ્યાસ તરફથી ૭ જુલાઈ ૨૦૧૯ અને ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રદીપ શર્મા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ ઊભી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કાલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

એસીબીના એડિશનલ પોલીસ અધીક્ષક ભોપાલ સિંહે જણાવ્યું કે, રાતાનાડા પશુ ચિકિત્સાલયની સામે બહુમાળી બિલ્ડિંગમાં પોલીસ અધિકારી પ્રદીપ શર્માનો ફ્લેટ, સૂરસાગર પોલીસ સ્ટેશન સ્થિત તેમની ચેમ્બર, પોલીસ લાઇન સ્થિત તેમના ક્વાટર, ભોપાલગઢ સ્થિત તેમની પ્રાઇવેટ સ્કૂલ અને બીકાનેરમાં એક મકાનમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રદીપ શર્માના ફ્લેટમાં ક્રેશર માટે જમીન ખરીદીના દસ્તાવેજ, ભોપાલગઢમાં દસ વીઘા જમીન પર પ્રાઇવેટ સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલમાં ૩ બસ, ૨૨ હજાર વર્ગ ફુટમાં નિર્માણ અને ફર્નીચર મળી આવ્યા છે.

એસીબીના ઉપમહાનિદેશક ડૉ. વિષ્ણુકાંત અનુસાર, પ્રદીપ શર્માના ઠેકાણાઓ પર એક સાથે રેડ પાડવામાં આવી હતી. તે સર્ચ ઓપરેશન બાદ ૪.૪૩ કરોડ રૂપિયાના રોકાણની જાણકારી સામે આવી છે. આરટીઆઇ કાર્યકર્તા નંદલાલ વ્યાસે પ્રદીપ શર્માના અલગ-અલગ સ્થળો પર આવેલી સંપત્તિઓની તમામ વિગતો પણ ફરિયાદની સાથે આપી હતી. નંદલાલ વ્યાસની ફરિયાદ બાદ એસીબીએ તપાસ કરી આ સંબંધમાં મામલો નોંધી લીધો હતો. એસીબીની કાર્યવાહી બાદ જાેધપુર પોલીસ કમિશ્નરેટમાં સનસની ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, એસીબીએ બે અન્ય અધિકારીઓના ઠેકાણાઓ ઉપર પણ વધુ સંપત્તિના મામલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમની પાસેથી પણ કરોડો રૂપિયાની પ્રોપર્ટી મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.