Western Times News

Gujarati News

યુએઈના લોકો ભારત-પાકિસ્તાન સહિતના દેશોમાં મુસાફરી કરી શકશે નહીં

નવીદિલ્હી: સમગ્ર દેશ માં આ વખતે કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક જાેવા મળી હતી . જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ અનેક ના મૃત્યુ પણ થાય છે . ત્યારે આ કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ વાયરસના ફેલાવાને રોકવા માટે મુસાફરી માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે . સંયુક્ત આરબ અમીરાત એ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિતના ઘણા દેશોમાં તેના નાગરિકોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાયરસ ના કારણે સંયુક્ત આરબ અમીરાતે ૨૧ જુલાઇ સુધી મુસાફરોને ૧૪ દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

યુએઈના જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા એરમેન ને એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ૨૧ જુલાઈ, ૨૦૨૧ ના રોજ ૧૪ દેશોથી આવતી ફ્લાઇટ્‌સ ૨૩ઃ૫૯ વાગ્યા સુધી સ્થગિત રહેશે. આ દેશોમાં લાઇબેરિયા, નામીબીઆ, સીએરા લિયોન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, ઝામ્બીઆ, વિયેટનામ, ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, નાઇજિરિયા અને દક્ષિણ આફ્રિકા શામેલ છે. જાે કે, કાર્ગો ફ્લાઇટ્‌સ તેમજ વ્યવસાય અને ચાર્ટર ફ્લાઇટ્‌સને આ પ્રતિબંધોથી મુક્તિ આપવામાં આવી છે.

યુએઈએ પણ તેના નાગરિકોને પોતાને અલગ રાખવા, બધી સૂચનાઓનું પાલન કરવા અને મુસાફરી દરમિયાન ચેપ લાગ્યો હોય તો સંબંધિત દેશ દ્વારા લાગુ કરવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલોનું પાલન કરવાનું કહ્યું હતું. દરમિયાન, સંક્રમિત નાગરિકોને સંબંધિત દેશના અધિકારીઓ અને યુએઈના આરોગ્ય વિભાગની આવશ્યક મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી યુએઈમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.