Western Times News

Gujarati News

દુનિયામાં કોરોના મહામારી સૌથી ખતરનાક દૌરમાં : WHO

જીનેવા: વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ એડનોમે કોરોના વેરિએટ ડેલ્ટાના પ્રસારને લઇને ચિંતા વ્યકત કરી છે તેમણે કહ્યું કે દુનિયા કોવિડ ૧૯ મહામારીના એક ખુબ જ ખતરનાક દૌરમાં છે જયાં ડેલ્ટા જેવા સંસ્કરણ જે વિકસિત રીતે રૂપ બદલી શકે છે ઓછી રસીકરણ વાળા દેશોમાં હોસ્પિટલોના અતિપ્રવાહના ભયાનક દ્‌શ્યો એકવાર ફરીથી સામાન્ય થતા જઇ રહ્યાં છે.

ટેડ્રોસ એડનોમે આગળ કહ્યું કે ડેલ્ટા વેરિએટ અનેક દેશોમાં તેજીથી ફેલાઇ રહ્યો છે.જેથી તનાલનું વાતાવરણ બની રહ્યું છે આપણે હાલના સમયે કોરોના મહામારીના સૌથી ખતરનાક દૌરમાં છીએ હજુ કોઇ પણ દેશ તેનાથી બહાર નિકળી શકયો નથી ડેલ્ટા વેરિએટ ખતરનાક છે અને સતત વિકસીત થઇ રહ્યો છે નવા વેરિએટથી બચવા માટે જાહેર આરોગ્ય પ્રતિક્રિયાનું સતત મૂલ્યાંકન અને સાવધાનીપૂર્વક સુરક્ષાની આવશ્યકતા છે ઓછામાં ઓછા ૯૮ દેશોમાં ડેલ્ટા વેરિએટની માહિતી મળી છે આ ઓછા અને વધુ રસીકરણ કવરેજવાળા દેશોમાં તેજીથી ફેલાઇ રહ્યાં છે.

ટેડ્રોસ એડનોમે કહ્યું કે નવા વેરિએટથી બચવા માટે જનતાનું આરોગ્ય અને સામાજિક ઉપાય જેવી મજબુત દેખરેખ,શારીરિક અંતર,ભરચક વિસ્તારોથી બચવાની જરૂરત છે તેમણે દુનિયાભરના નેતાઓને એ સુનિશ્ચિત કરવા માટે મળી કામ કરવાનો આગ્રહ કર્યો છે કે આગામી વર્ષ આ સમય સુધી દરેક દેશમાં ૭૦ ટકા લોકોને રસી લગાવાય તેમણે કહ્યું કે અમે તમામ નેતાઓને વિનંતી કરી છે કે

આ સપ્ટેમ્બરના અંત સુધી દેશમાં ઓછાાં ઓછા ૧૦ ટકા લોકોની રસી લગાવવામાં આવે તેમણે કહ્યું કે ખાસ કરીને હું તે કંપનીઓ વાયોએનટેક ફાઇઝર અને મોડર્નથી વિનંતી કરૂ છું કે તે પોતાના જ્ઞાનને સંયુકત કરે જેથી આપણે કોરોનાની રસીનું ઉત્પાદન વધારી શકીએ જેટલું જલ્ગી આપણે વધુ વેકસીનનું ઉત્પાદન કરીશું અને વૈશ્વિક વેકસીન ક્ષમતાને વદારીશું તેટલું જલ્દી આપણે આ મહામારીને ઓછી કરી શકીએ છીએ

ડબ્લ્યુએચઓ દ્વારા પ્રકાશિત કોવિડ ૧૯ વીકલી એપિડેમિયોલોજિકલ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ૨૯ જુન ૨૦૨૧ સુધી ૯૬ દેશોએ ડેલ્ટા વેરિએટના મામલાની માહિતી આપી છે જાે કે આ સંભવિત રીતે ઓછા છે વેરિએટની ઓળખ કરવા માટે જરૂરી અનુક્રમણ ક્ષમતા સીમિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.