Western Times News

Gujarati News

જમીન વિવાદમાં પોલીસે મહિલા પર લાઠીઓ વરસાવી

ધનબાદ: ઝારખંડના ધનબાદની મહિલા પોલીસકર્મીઓ દ્વારા એક મહિલા પર લાઠીઓ મારવાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જાેવા મળી રહ્યું છે કે બે મહિલા પોલીસકર્મી જમીન નિર્માણનો વિરોધ કરતાં મહિલા પર લાઠીઓનો વરસાદ કર્યો. જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ. મળતી માહિતી મુજબ, મહિલા જમીન નિર્માણનો વિરોધ કરી રહી હતી. જમીન વિવાદનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

જેમાં રાજગંજ પોલીસ સ્ટેશનની હદમાં ડોમનપુર નિવાસી દેવનારાયણ મહતોએ પોતાની વારસાગત જમીનને બાગદાહા નિવાસી તથા પૂર્વ વિધાયક પ્રતિનિધિ હલધર મહતો દ્વારા બળજબરીથી કબજાે કરી કામ શરૂ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે.

સાથોસાથ રાજગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને ન્યાયની માંગ કરી છે. અરજી કરનારનું કહેવું છે કે, મૌજા ડોમનપુર નંબર ૨૦૧૮, ખાતા નંબર ૧૨, પ્લોટ નંબર ૧૧૧૧ તેમની વારસાગત જમીન છે અને આ જમીન અરજી કરનારના દાદા લખીરામ મહતોને પરિવારના વહેંચણીમાં મળી હતી.

ત્યારબાદ અરજી કરનારના કાકા ઈશ્વર લાલ મહતો, જયનારાયણ તથા દેવનારાયણનો દખલ કબજાે છે. આ જમીનને આરોપી દ્વારા હથિયારોનો ડર બતાવીને કબજાે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિરોધ કરતાં મારપીટનો પ્રયાસ કરવામાં આવ્યો. જમીન પર કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

જેના વિરોધ બાદ પોલીસને બોલાવવામાં આવી. અરજી કરનારની કાકી ફુલમની દેવીએ વિરોધ કરતાં પોલીસે લાઠીઓ વરસાવી. દેવનારાયણે તેની ફરિયાદ એસપીને પણ કરી છે અને ન્યાયની માંગ કરી છે. બીજી તરફ, ફુલમની દેવીએ કહ્યું કે, એ જમીન તેમની છે. તે જમીનને બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેઓ પોતાની જમીન પર કોઈ પણ પ્રકારનું નિર્માણ નહીં કરવા દે. રાજગંજ પોલીસ સ્ટેશન પ્રભારી સંતોષ કુમારે કહ્યું કે, મહિલા દ્વારા જમીન પર નિર્માણ કાર્યથી જમીન માલિકને રોકવામાં આવી રહ્યા હતા. જેની સૂચના પર ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી. જમીન હલધર મહતોની છે.

જમીન સંબંધિત દસ્તાવેજ દર્શાવવામાં આવ્યા હતા. મહિલા દ્વારા જમીનના કોઈ દસ્તાવેજ નહોતા દર્શાવાયા, જેના કારણે પોલીસ કડક પગલાં ભરી રહી છે. જમીનની તપાસ સીઓથી કરાવ્યા બાદ નિર્માણ કાર્ય શરૂ થશે. હાલ કામ બંધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.