Western Times News

Gujarati News

સત્ર દરમિયાન દરરોજ ૨૦૦ ખેડૂત સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરશે

Files Photo

નવીદિલ્હી: ૨૨ જુલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં ભારે ધાંધલ સર્જાય તેવી શક્યતા છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે તે તમામ વિપક્ષી પાર્ટીઓને વોર્નિંગ લેટર મોકલશે. કિસાન મોરચો વિપક્ષી દળોને એ સુનિશ્ચિત કરવા માટે કહેશે કે ચોમાસુ સેશનનો ઉપયોગ ખેડૂત આંદોલનના સમર્થન માટે કરવામાં આવે. મોરચાએ કહ્યું છે કે ૨૨ જુલાઈથી ૨૦૦ ખેડૂત સંસદની બહાર સત્ર ચાલે ત્યાં સુધી દરરોજ પ્રદર્શન કરશે.

બીજી બાજુ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે કેન્દ્ર સરકાર કોઈ રાજકીય પક્ષ નહીં પણ એક કંપની ચલાવી રહી છે. આ સંજાેગોમાં આ મુદ્દાના ઉકેલ માટે શા માટે કોઈ વાતચીત શરૂ કરવામાં આવી નથી.બંગાળની મુખ્યમંત્રી બન્યા બાદ મમતા બેનર્જીએ રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી હતી. તે સમય નક્કી થયું હતું કે બિનરાજકીય કહેવાતા ખેડૂતોના ધરણા સ્થળને હવે રાજકીય રંગ આપવામાં આવશે. મમતાનો આ મંચ ખેડૂતો માટે બનેલા મંચથી અલગ હશે. આ ઉપરાંત તૃણમુલ ગૃહમાં પણ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરશે. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે પ્રચાર કરી ચુકેલા રાકેશ ટિકૈત ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં તૃણમુલ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટીના અનેક નેતાઓના સંપર્કમાં છે. માયાવતીના ખૂબ જ નજીકના ગણાતા સતીશ ચંદ્ર મિશ્રાનો પણ તેમા સમાવેશ થાય છે. હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે તૃણમુલ એકલા હાથે ચૂંટણી લડશે કે અન્ય કોઈ પક્ષ સાથે સહયોગ કરશે.

સંસદનું ચોમાસુ સેશન ૧૯ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું કે અમે સંસદની બહાર બેસશું અને સંસદની અંદર મુદ્દો ઉઠાવવા માટે કહેશું. સાંસદોને કહેશું કે પાર્લામેન્ટ છોડીને ન જવામાં આવે. તેમ જ ઉકેલ નહીં મળે ત્યાં સુધી સેશન ચાલવા દેવામાં આવે નહીં. તેમ જ જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી સેશન ચાલવા દેવામાં નહીં આવે. જાે વિપક્ષ અમારો મુદ્દો રજૂ નહીં કરે તો તેમણે રાજીનામુ આપી દેવું જાેઈએ.

કિસાન મોરચાએ ૮ જુલાઈના રોજ પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસની વધી રહેલી કિંમત મુદ્દે દેશવ્યાપી વિરોધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ કિસાન મોરચાએ તમામ દેશવાસીઓને ૭ જુલાઈની રાત્રે ૧૨.૮ વાગે વાહનોના હોર્ન વગાડવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો પોતાના એલપીજી સિલેન્ડર સાથે પોતાના વાહન બસ, ટ્રેક્ટર-ટ્રોલી, કાર અથવા બાઈક જેવા તમામ વાહનો હાઈવેના કિનારે લાવે. ટ્રાફિક ન થવા દેશો અને વધતી મોંઘવારીનો વિરોધ કરવામાં આવે.

ખેડૂતો લાંબા સમયથી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર સમક્ષ ૩ કૃષિ કાયદા રદ્દ કરવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ ત્રણેય કાયદા કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય વિધેયક ૨૦૨૦, ખેડૂત કિંમત બાંહેધરી અને કૃષિ સેવા અંગે કરાર વિધેયક, ૨૦૨૦ તથા આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક ૨૦૨૦ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.