Western Times News

Gujarati News

મુસ્લિમ સાથે લગ્ન કરવા ધર્મ કેમ બદલવો પડે છે : કંગના

મુંબઇ: કંગના રનૌત સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. કંગના ફિલ્મ ઉપરાંત સમાજ, રાજકીય મુદ્દા તથા બોલિવૂડ સ્ટાર્સ અંગે બેફામ નિવેદનો આપતી હોય છે. હાલમાં જ આમિર ખાન તથા કિરણ રાવે ડિવોર્સની જાહેરાત કરી હતી. આ બંનેના ડિવોર્સના બહાને કંગનાએ મુસ્લિમ કમ્યુનિટીને આડેહાથ લીધી છે. તેણે સવાલ કર્યો છે કે કેમ આખરે કોઈ મુસ્લિમની સાથે રહેવા માટે કેમ મુસ્લિમ બનવું પડે છે.

કંગનાએ લાંબી નોટ શૅર કરતાં કહ્યું હતું, ‘એક સમયે પંજાબમાં મોટાભાગના પરિવારમાં એક દીકરાને હિંદુ તથા બીજા દીકરાને શિખ બનાવવાનો રિવાજ હતો. આવો ટ્રેન્ડ હિંદુઓ તથા મુસ્લિમ અથવા શિખ અને મુસ્લિમ અથવા અન્ય કોઈમાં જાેવા મળ્યો નથી. આમિર ખાન સરના ડિવોર્સ બાદ મને નવાઈ એ વાતની લાગી કે આંતરધર્મીય લગ્નમાં બાળક હંમેશાં મુસ્લિમ જ કેમ બને છે. કેમ મહિલાઓ હિંદુ બનીને રહી શકતી નથી. સમયની સાથે આપણે હવે આ બદલવાની જરૂર છે. આ જૂનો રિવાજ છે. જાે એક પરિવારમાં હિંદુ, જૈન, બૌદ્ધ, શિખ, રાધાસ્વામી, નાસ્તિક લોકો રહી શકતા હોય તો મુસ્લિમ કેમ નહીં ? આખરે કેમ કોઈએ મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલવો પડે છે?’

ઉલ્લેખનીય છે કે આમિર ખાને ૨૦૦૫માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. ૩ જુલાઈ, ૨૦૨૧ના રોજ આમિર તથા કિરણ મીડિયા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે હવે તેઓ પતિ-પત્ની નથી. દીકરા આઝાદનો ઉછેર સાથે રહીને કરશે. આમિરે ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૦૨માં આમિરે રીનાને ડિવોર્સ આપ્યા હતા. આ લગ્નથી બંને દીકરા જુનૈદ તથા દીકરી આઈરાના પેરેન્ટ્‌સ બન્યા હતા.વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના ‘થલાઈવી’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તેણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો રોલ પ્લે કર્યો છે. હાલમાં કંગના બુડાપેસ્ટમાં ‘ધાકડ’નું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત કંગના ‘તેજસ’માં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.