Western Times News

Gujarati News

અમેરિકા ખાતેના એક ઝૂમાં પ્રાણીઓને વેક્સિન આઈ

વોશિંગ્ટન: કોરોના સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી મનુષ્યને વેક્સિન આપવામાં આવી રહી હતી પરંતુ હવે મનુષ્યને પણ વેક્સિન આપવાનું ચાલુ થઈ ગયું છે. અમેરિકાના એક ઝૂમાં પ્રાણીઓને કોરોનાથી બચાવવા માટે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલા બે એરિયા સ્થિત ઓકલેન્ડ ઝૂમાં પ્રાણીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. હાલ અહીં રીંછ અને વાઘને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ ટાઈગર જિંજર અને મોલી પહેલા એવા ૨ જાનવર છે જેમને વેક્સિન આપવામાં આવી છે. પ્રાણીઓ માટેની આ વેક્સિન ન્યૂ જર્સી સ્થિત એનિમલ હેલ્થ કંપની ઝોઈટિસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓકલેન્ડ ઝૂએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, ઝોઈટિસ તરફથી જાનવરોને વેક્સિનેટ કરવા માટે ૧૧,૦૦૦ ડોઝ ડોનેટ કરવામાં આવ્યા છે. આ વેક્સિન ૨૭ રાજ્યોના આશરે ૭૦ ઝૂમાં મોકલવામાં આવશે. શરૂઆતમાં વાઘ, રીંછ, ગ્રિજલી બિયર, પહાડી સિંહ અને ફૈરેટ્‌સ (નોળિયાની એક જાત)ને આ વેક્સિન આપવામાં આવશે.

ઝોઈટીસના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ મહેશ કુમારે જણાવ્યું કે, ગત વર્ષે જ્યારે હોંગકોંગમાં પહેલી વખત એક પાલતુ શ્વાન કોરોના સંક્રમિત થયો હતો ત્યારથી તેમની કંપનીએ પાલતુ પ્રાણીઓ માટેની વેક્સિન પર કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. હોંગકોંગનો કેસ સામે આવ્યા બાદ વેક્સિન પરનું કામ ચાલુ થયું હતું અને ૮ મહિનાની અંદર પહેલી સ્ટડી પણ થઈ ગઈ હતી જેને ડબલ્યુએચઓ સામે રજૂ કરવામાં આવી હતી. જાેકે હવે પાલતુ પ્રાણીઓને વેક્સિનની જરૂર નથી. આ કારણે ઝૂના પ્રાણીઓને વેક્સિન આપવામાં આવી રહી છે જેથી તેમને સંક્રમણથી બચાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.