Western Times News

Gujarati News

કોરોનામાં ગીત ગાઈને લોકોને હિંમત આપનાર અદના માનવી હર્ષદભાઈ પટેલ ઉર્ફે ભરતભાઈ

“હું છું કોરોના વોરિયર”-હર્ષદભાઈ મ્ય. બસ સેવામાં કન્ડકટર તરીકે સેવા બજાવી રહ્યા છે. ર૦ર૦ના લોકડાઉન તથા ર૦ર૧ના કર્ફયુ વેકેશનમાં હર્ષદભાઈ પટેલે કોરોના ગીતો ગાઈને લોકોને હિંમત આપી. 

ર૦ર૦ ગોઝારું વર્ષ. માણસને માણસથી દૂર ખેંચી જતું વર્ષ. કોરોના વાયરસની એવી રોગગ્રસ્ત હવા ચાલી કે, સો કોઈ દિગ્મૂઢ બની ગયા. દરેકની આંખોમાં એક જ સવાલ મરડાઈ રહ્યો હતો. જીવાશે ખરું ? કોણ જીવશે ? હું નહીં હોઉં તો મારા બાળ બચ્ચાનું શું…? પછી તો લોકડાઉન લાગ્યું. જાણેકે આ બંધ આવી ગઈ.

ર૦ર૦ની વિદાય, ને પછી ક્ષિતિજે ર૦ર૧નો સૂરજ ડોકાયો. લોકોને લાગ્યું કે બસ, હવે સારા દિવસો આવશે. પણ, ર૦ર૧ તો ર૦ર૦ની માથે રાત વિતાવે તેવું નીકળ્યું. પણ, આટલા ગોઝારા, પીડાદાયક મહિનાઓમાં ઘણા લોકોએ ખુદની જિંદગી જીવી લીધી, કહો કે જીવી બતાવી.

સૌથી મોટા કોરોના વોરિયર તો પત્રકારો અને ડોકટરો બની રહ્યા. નર્સો અને કાર્યકરો બની રહ્યા. અહીં એક એવા માણસનું નામ લઈશું, જેમણે ઘરે રહી, સોશિયલ મીડિયાના માધ્યમે જૂના ગીતોને નવા શબ્દો ગુંથી ગાવા શરૂ કર્યા. લોકોને હિંમત આપવા માટે એમણે ગીતોનો આશરો લીધો.

એમનું નામ છે હર્ષદભાઈ પટેલ, લાંભામાં તેઓ રહે છે. હર્ષદભાઈ મ્ય. બસ સેવામાં કન્ડકટર તરીકે સેવા બજાવી રહ્યા છે. ર૦ર૦ના લોકડાઉન તથા ર૦ર૧ના કર્ફયુ વેકેશનમાં હર્ષદભાઈ પટેલે કોરોના ગીતો ગાઈને લોકોને હિંમત આપી. અરે, સામાજિક સ્તરે પણ, હમણા-હમણા કોરોના ગીતો ગાઈને લોકોનો ઉત્સાહ અને ઉમળકો વધાર્યો.

એટલું જ નહીં, જ્યારે-જ્યારે પુનઃ બસ સેવા ચાલુ થઈ ત્યારે એમણે ઉમદા વ્યવહાર અને વર્તન દાખવી લોકોને બસ યાત્રા દરમિયાન સહયોગ પણ કર્યો. હર્ષદભાઈ ઉપરાંત બસ ડ્રાઈવર રમેશભાઈએ પણ ઉમદા વ્યવહાર થકી, તથા સોશિયલ મીડિયામાં કોરોના તથા અન્ય ગીતો ગાઈને લોક રંજન પણ કર્યું.

આ રીતે હર્ષદભાઈ ઉર્ફે ભરતભાઈ લોકરંજન કરી ઉમદા વ્યવહાર થકી, પોતાની આગવી અને અનોખી છાપ ઉભી કરી એટલે હર્ષદભાઈ ઉર્ફે ભરતભાઈ પટેલ એક રીતે કોરોના વોરિયર તરીકે ઉભરી આવ્યા. કોરોના વોરિયર તરીકે જુદી જ રીતે લોક ઉત્સાહ વધારવા માટે હર્ષદભાઈ પટેલે જે માહોલ સર્જયો હતો તેને સોશિયલ મીડિયાવાળા આવકારે તે સ્વાભાવિક છે.

હર્ષદભાઈ પટેલ ઉર્ફે ભરતભાઈએ જે ગીતો ગાઈને લોકોની હિંમત વધારવામાં કોરોના વોરિયર તરીકે કામગીરી કરી હતી, તેની નોંધ અવશ્ય લેવી રહે.

તેમણે જે ગીતો ગાયા તેની પંક્તિઓ આ મુજબ છે ઃ ‘પીએમ મોદીજીકા સબકો કહેના હૈ, કોરોનાસે હમે લડના હૈ’ તથા, ેકોરોનાકો હરાના હૈ, ઘરસે બહાર નહીં જાના હૈ!” તેમજ અન્ય ગીત છે, ‘મહામારી હૈ કોરોના, ઈસ બાતસે તુમ ડરોના…!’
કોરોના વોરિયર હર્ષદભાઈ ઊર્ફે ભરતભાઈ પટેલને આગવા કામ માટે આવકાર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.