Western Times News

Gujarati News

સતત બીજા દિવસે પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૮ જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ, ડીઝલમાં ૯ પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ  ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે.

હાલના સમયમાં ઈંધણની કિંમતોમાં રાહચ મળવાની આશા ઓછી લાગી રહી છે. ક્રૂડ પ્રોડક્શનને લઈ ઓપેક પ્લસ દેશોની બેઠકમાં સહમતિ નથી સધાઈ. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં તેજી ચાલુ છે. જેથી સ્થાનિક બજારમાં કિંમતોમાં વધારો ચાલુ રહેવાનું અનુમાન છે.

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ આ પ્રમાણે છે. દિલ્હી- પેટ્રોલ ૧૦૦.૫૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૬.૫૯ રૂપિયા અને ડીઝલ ૯૭.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૧૦૧.૩૬ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૧૦૦.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૫૩ રૂપિયા પ્રતિ લીટર છે.

૪ મે બાદથી ઈંધણની કિંમતોમાં સતત તેજીનું વલણ જાેવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં પેટ્રોલની કિંમતો અત્યાર સુધીમાં ૧૫ ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કિંમતોમાં સ્થિરતા જાેવા મળી હતી. ત્યારબાદથી સતત તેજી ચાલુ છે. પેટ્રોલના ભાવ એક વર્ષમાં ૧૯.૪૩ રૂપિયા સુધી વધી ચૂક્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક  સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક ઇજીઁ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક ૐઁઁિૈષ્ઠી લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.