Western Times News

Gujarati News

એક્ટ્રેસ અનિતા હસનંદાનીના દીકરા આરવનું મુંડન થયું

મુંબઈ: ટેલિવુડ એક્ટ્રેસ અનિતા હસનંદાની આ વર્ષે જ દીકરાની મા બની છે. ત્યારથી અવારનવાર અનિતા પોતાના દીકરા સાથે વિવિધ વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ અનિતાના દીકરાની મુંડન વિધિ યોજાઈ હતી, જેની તસવીરો એક્ટ્રેસે શેર કરી છે.

અનિતા હસનંદાનીએ દીકરાની વિવિધ તસવીરો શેર કરી છે જેમાં તેના માથા પર વાળ નથી દેખાતા. અનિતાએ તસવીરો શેર કરતાં લખ્યું, “ટકલુ બેબી. મુંડન થઈ ગયું.”

તસવીરોમાં જાેઈ શકો છો કે આરવ પોતાના નાની અને દાદી સાથે જાેવા મળી રહ્યો છે. બીજી તસવીરોમાં આરવના નાની-દાદી ઉપરાંત તેના મમ્મી-પપ્પા એટલે કે અનિતા અને રોહિત પણ જાેવા મળે છે. આરવની આ ક્યૂટ તસવીરો પર ફેન્સ વારી ગયા છે. ઉપરાંત અદા ખાન, કિશ્વર મર્ચન્ટ, કરણવીર બોહરા, માહી વિજ, સુરભી જ્યોતિ, રિદ્ધિ ડોગરા સહિતના ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે આરવની તસવીરો પર વહાલ વરસાવ્યું હતું.

અનિતાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ ટકલુ આરવ સાથે એક તસવીર શેર કરી હતી. ફોટોમાં આરવ ખડખડાટ હસતો જાેવા મળી રહ્યો છે અને અનિતાએ તેને ગુંડો કહ્યો છે. બીજી તસવરીમાં પર્ફેક્ટ ફેમિલી ફોટો છે. જેમાં આરવ, અનિતા અને રોહિત ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. અનિતા ઉપરાંત તેના પતિ રોહિતે પણ મુંડન બાદની દીકરાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બાપ-દીકરો ટિ્‌વનિંગ કરતાં જાેવા મળી રહ્યા છે.

વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક કેપમાં રોહિત અને આરવ ક્યૂટ એક્સપ્રેશન આપતા જાેવા મળી રહ્યા છે. રોહિતે આ તસવીરો શેર કરતાં લખ્યું, “અમારી હેટ માટે પર્ફેક્ટ ક્વોટઃ કાશ તું વાળ હોત.” જણાવી દઈએ કે, અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીના દીકરા આરવનો જન્મ ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ થયો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનિતા આરવ સાથેની વિવિધ તસવીરો અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. કોરોના લોકડાઉનના કારણે પતિ રોહિત પણ ઘરે રહીને દીકરા સાથે સમય વિતાવી શકે છે તે વાતે અનિતા ખુશ છે. હાલ તો અનિતા દીકરાનો ઉછેર કરવામાં વ્યસ્ત છે અને તેનું બધું જ ધ્યાન દીકરા પર આપવા માગે છે. હાલ તેનો ટીવી પર પાછો કરવાનો કોઈ વિચાર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.