Western Times News

Gujarati News

વિશ્વમાં હજુ કોરોના ધીમો પડ્યો નથી : WHO

જીનિવા: ડેલ્ટા વેરિયન્ટ ફેલાવાના કારણે વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ફરીથી વધી રહી છે અને આ સ્પષ્ટ પૂરાવા છે કે કોવિડ-૧૯ હજી ધીમો પડ્યો નથી, તેમ વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.
ઘણા દેશોમાં કોરોના રસીકરણના કારણે ગંભીર કેસો અને હોસ્પિટલાઈઝેશનમાં ઘટાડો થયો છે, વિશ્વ ઘણા ભાગોમાં ઓક્સિજનની તંગી, હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઉચ્ચ મૃત્યુદર જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫,૦૦,૦૦૦ જેટલા કેસ નોંધાયા છે અને ૯૩૦૦ લોકોના મોત થયા છે જે દેખાડે છે કે કોરોના હજી ધીમો પડ્યો નથી, તેમ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું.

આફ્રિકામાં છેલ્લા બે સપ્તાહમાં મૃત્યુના દરમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે. કેસ અને મૃત્યુના દરમાં વધારો થવાનું મુખ્ય કારણ ડેલ્ટા વેરિયન્ટ, વૈશ્વિક ધીમું રસીકરણ અને કોરોનાના પ્રતિબંધોમાં મળેલી છૂટછાટ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ સપ્તાહે વિશ્વની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ અનલોકની પ્રક્રિયા દરમિયાન સાવચેતી રાખે. ઈંગ્લેન્ડમાં બાકી રહેલા પ્રતિબંધો ૧૯ જૂલાઈએ હટાવી લેવામાં આવશે તથા માક્સ પહેરવું પણ વ્યક્તિગત પસંદ હશે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસ ઘટતા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે.

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની હેલ્થ ઈમર્જન્સી પ્રોગ્રામના વડા માઈક રેયાને જણાવ્યું હતું કે, વિશ્વમાં કોઈ પણ જગ્યાએ તમામ લોકો સુરક્ષિત છે અને બધુ જ સામાન્ય થઈ ગયું છે તેવું વિચારવું હાલમાં ઘણું જ જાેખમભર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.