Western Times News

Gujarati News

નાગરિકોની બેફિકરાઈની કિંમત સમગ્ર સમાજે ચુકવવી પડશેઃ તબીબો પણ ચિંતિત

પ્રતિકાત્મક

બેફિકર નાગરિકો કોરોનાને આમંત્રણ આપે છે

બીજી લહેરમાં કેસો ઘટતા જ નાગરિકો પ્રવાસન સ્થળો પર ઉમટી પડતાં ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતિત

દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા સરકારની અપુરતી તૈયારીના કારણે હોસ્પીટલોમાં વરવા દ્રશ્યો સર્જાયા હતા જેના પરિણામે સરકારની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠયા હતા. બીજી લહેર જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર છેલ્લા ઘણા સમયથી જાગૃત થઈ છે અને આ માટે ખાસ પેકેજની પણ ફાળવણી કરવામાં આવી છે

આ પરિસ્થિતિ વચ્ચે નાગરિકો ખુબ જ બેફિકર બનીને સરકારની ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતા જાેવા મળી રહયા છે ખાસ કરીને પ્રવાસન સ્થળો પર ખુલ્લેઆમ નાગરિકો માસ્ક અને સોશીયલ ડિસ્ટર્ન્સનો ભંગ કરતા જાેવા મળી રહયા છે આ દ્રશ્યો જાેઈ તબીબો ખુબ જ ચિંતિત બન્યા છે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચેતવણી આપવી પડી છે કે નાગરિકો ગાઈડ લાઈનનું પાલન નહી કરે તો ફરી એક વખત નિયંત્રણો લાગુ કરાશે પરંતુ બેફિકર બનેલા નાગરિકો જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહયા હોય તેમ ગાઈડ લાઈનનો ભંગ કરી રહયા છે અને જાે આમ ને આમ જ ચાલતુ રહેશે તો ત્રીજી લહેરમાં સમાજે મોટી કિંમત ચુકવવી પડશે તેથી અત્યારથી જ સાવચેત બનવાની જરૂર છે જેટલી સાવચેતી રાખશો તેટલા તમે કોરોનાથી દુર રહેશો તેવુ સ્પષ્ટપણે તબીબો જણાવી રહયા છે.

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં પગપેસારો કર્યાં બાદ હજારો નાગરિકોને તેના ભરડામાં લીધા છે અનેક પરિવારો વેર વિખેર થઈ ગયા છે કોરોનાની કપરી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતના અનેક મહત્વપૂર્ણ પગલાં ભર્યાં હતા અને હજુ પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર ચિંતિત છે

કોરોનાના કેસો નોંધાતા જ સરકાર સક્રિય બની હતી અને નાગરિકો માટે સ્પષ્ટ ગાઈડ લાઈન બનાવી દરેકને તેનું પાલન કરવા આદેશ અપાયો છે અને ગાઈડલાઈનનો ભંગ કરનાર વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પ્રથમ લહેર બાદ કોરોનાના કેસો ઓછા થતાં જ નાગરિકો બેફિકર બની ગયા હતા અને જાણે કોરોના સંપૂર્ણપણે નાબુદ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા ત્યારે પણ તબીબોએ નાગરિકોને ચેતવ્યા હતા.

પરંતુ નિયમોનો ભંગ થતા બીજી લહેરમાં અસંખ્ય નાગરિકો સપડાયા હતા એટલું જ નહી પરંતુ બીજી લહેરનો વ્યાપ એટલો બધો વ્યાપક હતો કે દેશભરમાં નાગરિકો સારવાર લેવા માટે ભટકતા જાેવા મળ્યા હતાં એક તબકકે હોસ્પીટલોમાં બેડ પણ ખુટી ગયા હતા અને ઓક્સિજનની પણ અછત જાેવા મળતી હતી નાગરિકોની બેફીકરાઈ અને સરકારની નિષ્ક્રિયતાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી સરકાર દ્વારા અપાયેલી છુટછાટોના કારણે પહેલી લહેર બાદ નાગરિકો ખુલ્લેઆમ બહાર ફરવા લાગ્યા હતા.

જેના પરિણામે સંખ્યાબંધ નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો કોરોનામાં સપડાયેલા નાગરિકો સારવાર માટે હોસ્પીટલની બહાર લાઈનમાં ઉભેલા જાેવા મળ્યા હતા આ ઉપરાંત કેસોની સંખ્યા એટલી બધી વધવા લાગી હતી કે ઓક્સિજનની પણ અછત સર્જાઈ હતી ગંભીર બાબત એ છે કે ઓક્સિજનના અભાવે પણ નાગરિકો મોતને ભેટયા હતાં.

બીજી લહેરમાં સર્જાયેલી આવી કપરી પરિસ્થિતિ બાદ પણ નાગરિકો સુધરવાનું નામ લેતા નથી લાંબા લોકડાઉન બાદ અનલોકમાં અપાયેલી છુટછાટો વચ્ચે નાગરિકો ગાઈડલાઈનનું પાલન નહોતા કરતા પરિણામ સ્વરૂપે બીજી લહેરમાં તેની સ્પષ્ટ અસર જાેવા મળી હતી. બીજી લહેરમાં કેસોની સંખ્યા હવે ઘટી રહી છે ત્યારે ફરી એક વખત નાગરિકો ખુલ્લેઆમ ફરતા જાેવા મળી રહયા છે દેશભરમાં આવેલા પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે.

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના આબુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા છે રાજસ્થાનમાં હજુ પણ કોરોનાની કપરી પરિસ્થિતિ જાેવા મળી રહી છે અને નિયંત્રણો પણ લગાવવામાં આવેલા છે તેમ છતાં આબુમાં ઉમટી પડેલા નાગરિકોના કારણે સરકારી ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ થતો જાેવા મળી રહયો છે.

ગુજરાતના પ્રવાસન સ્થળો ઉપર પણ નાગરિકો ઉમટી પડયા છે આ દ્રશ્યો જાેઈ તબીબોએ ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી છે રસીના બે ડોઝ લીધા બાદ જાણે કોરોનાનો ચેપ તેમને લાગવાનો નથી તેવી માન્યતા નાગરિકોમાં પ્રવર્તી રહી છે અને તેથી જ આવા દ્રશ્યો જાેવા મળી રહયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસથી સ્પષ્ટપણે નાગરિકોને અપીલ કરી રહયા છે કે દેશમાંથી હજુ કોરોના ગયો નથી ત્યારે બીજીબાજુ વૈજ્ઞાનિકો ભારત દેશમાં કોરોનાની ત્રીજી લહેર માટે ચિંતિત બનેલા જાેવા મળી રહયા છે. ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર જાેવા મળશે તેવું સ્પષ્ટપણે હુ દ્વારા જણાવવામાં આવ્યું છે અને ભારત સરકારને આ મુદ્દે સાવચેત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના મુદ્દે ખુબ જ ગંભીર છે કેબીનેટના વિસ્તરણ બાદ તાત્કાલિક આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે કોરોનાના મુદ્દે સઘન ચર્ચા કરી ત્રીજી લહેરમાં નાગરિકોને સારવારની સાથે સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને સરકારની કામગીરી ઉપર સવાલો ન ઉઠે તે માટે ઈમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરી દેવામાં આવી છે આ ઉપરાંત દેશભરમાં ઓક્સિજન પ્લાન્ટો સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસન સ્થળો પર ઉમટેલી ભીડના દ્રશ્યો જાેઈ ખુબ જ વ્યથિત થઈ ગયા છે તબીબોએ આપેલી ચેતવણીના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવા દરેક નાગરિકોને અપીલ કરી છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે એક ભુલ તમને પોતાને તમારા પરિવાર અને સમગ્ર સમાજને ભારે પડી શકે છે.

નિયમ તોડવાની કિંમત સમગ્ર સમાજે ચુકવવી પડશે તેથી ત્રીજી લહેરની સાયરન જયારે વાગી રહી છે ત્યારે પ્રત્યેક નાગરિકોની ફરજ બની રહે છે કે ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવો. પરંતુ ભારતમાં હાલની પરિસ્થિતિ જાેતા પ્રવાસન સ્થળો પર ક્યાય ગાઈડલાઈનનો અમલ થતો જાેવા મળતો નથી અને આવા લોકો જ કોરોનાને સામેથી આમંત્રણ આપી રહયા છે અને સરકારની કોરોના સામેની લડતને નબળી પાડી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.