Western Times News

Gujarati News

CNG પંપ પર કર્મચારીઓ માસ્ક જ પહેરતા નથી, કોરોનાની ત્રીજી લહેરને આવકારવા મોડાસાના નગરજનો આતુર..!!

કોરોના મહામારીમાં બીજી લહેરમાં કોવીડ-૧૯ મહામારીનું ભયાનક સ્વરૂપ જોયા બાદ પણ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લોકો ભાન ભૂલ્યા હોય તેમ બિંદાસ્ત બન્યા છે મોટા ભાગના વેપારીઓ, ફેરિયાઓ અને લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને તિલાંજલી આપી હોય તેમ બેદરકાર જોવા મળી રહ્યા છે

મોડાસાના શામળાજી રોડ પર જીલ્લા પોલીસવડા કચેરી બાજુમાં આવેલા સાબરમતી સીએનજી ગેસના પંપના કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર વાહનોમાં સીએનજી પુરી રહ્યા છે પોલીસતંત્ર વાહન ચાલાકો પાસેથી માસ્કના નામે મસમોટા દંડ વસૂલી રહી છે બીજીબાજુ હજ્જારો વાહન ચાલકો જ્યાંથી સીએનજી પુરાવી રહ્યા છે તે સ્થળે માસ્કનો દંડ વસુલવામાં ઉણી ઉતરી હોય તેવું વાહન ચાલકો અહેસાસ અનુભવી રહ્યા છે સીએનજી પંપ પર ગેસ પૂરતા કર્મચારીઓ કેમેરો ચાલુ થતા માસ્ક પહેરવા લાગ્યા હતા

કોરોનાની બીજી લહેર સામે ધીરે ધીરે ગુજરાત જંગ જીતી રહ્યું છે બીજીબાજુ વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર કહેર મચાવી રહી છે આઈએમએ પણ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ભયાનક સાબીત થઇ શકે છે ની આગાહી કરી લોકોને સાવચેતી અને માસ્ક પહેરવા અનુરોધ કરી રહ્યું છે ત્યારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લોકો જાણે કોરોના ખત્મ થઇ ગયો હોય તેમ બેદરકાર લાગી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરે તે ખુબ જરૂરી છે

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં અનેક લોકો સંક્રમીત થયા હતા મોડાસા શહેરમાં સ્મશાન ઉભરાતા તાબડતોડ ચાર સગડી મુકવી પડી હતી અને લાકડા પણ ખૂટી પડે તેવી સ્થીતીનું નિર્માણ થયું હતું કોરોનાના મોતના તાંડવ સામે તબીબો,તંત્ર અને લોકો પણ લાચાર બન્યા હતા રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારે કોરોનાને નાથવા કેટલાક  નિયંત્રણ લગાવ્યા હતા કોરોનાનું સંક્રમણ ઘટતા ધીરે ધીરે નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે લોકો બેદરકાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે જાણે મોડાસાના વેપારીઓ,ફેરિયાઓ અને શહેરીજનો જાણે કોરોનાની ત્રીજી લહેરને અતુરવા અધીરા બન્યા હોય તેમ માસ્ક વગર અને સરકારી ગાઈડલાઈનનો ઉલ્લઘન કરી રહ્યા છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.