Western Times News

Gujarati News

પ્રકૃતિ અને પ્રાચીનતા અને મિની ગોવા ગણાતું આ શહેર અલિબાગ

મિની ગોવા ગણાતું આ શહેર એના આકર્ષક બીચોને કારણે દેશભરમાં પ્રખ્યાત છે. અહીંના કિલ્લા પ્રાચીન કારીગરીનાં પણ આગવાં ઉદાહરણ છે

ખૂબ સુંદર અને શાંત દરિયાકિનારે ફેમિલી કે ફ્રેન્ડઝ સાથે નવરાશનો સમય ગાળવાની ઈચ્છા મુંબઈથી માત્ર નેવું કિલોમીટર દૂર આવેલા અલીબાગમાં ફળીભૂત થાય છે. વીકએન્ડ કે તહેવારોની રજાઓમાં આ સ્થળે પર્યટકોની ભીડ જામે છે. કેટલાયે નાના-મોટા બીચ આ સ્થળની ઓળખાણ છે.

મિની ગોવા ગણાતુેં અલિબાગ બીચ ઉપરાંત કિલ્લા, બગીચા અને સ્થાપત્યો માટે પણ પ્રખ્યાત છે. અહીંના બીચ એકબીજાથી નજીવા અંતરે છે. ઉપરાંત બીચની સુંદરતા એવી કે એક જાેઈએ ને બીજાે બોચ ભુલાય. મોટાભાગના બીચથી સૂર્યોદય અને સુર્યાસ્તનો નજારો પણ માણવા મળે છે. ઘણાં હિન્દી ફિલ્મોના શૂટિંગ ત્યાં થયા છે. ત્યાંના માંડવા બીચ, ખિમજા બીચ અને નાગાવ બીચ મુખ્ય છે. આવો, અલિબાગના પર્ગટન સ્થળો વિશે જાણીએ.

કોલાબા કિલ્લો ઃ આશરે ૩૦૦ વર્ષ જૂનો અલબાગનો આ કિલ્લો પાણીથી ઘેરાયેલો છે. એટલે કે એ દરિયાની વચ્ચોવચ્ચ છે. શિવાજી મહારાજના શાસન દરમિયાન આ કિલ્લો દરિયાઈ લડાઈઓનું મહત્વનું કેન્દ્ર હતો. અહીંથી યુધ્ધ સંબંધી બાબતોનું સંચાલન કરવામાં આવતું.

બીચથી બે કિલોમીટરના અંતરે દરિયામાં આવેલા આ કિલ્લા સુધી પહોંચવા માટે બીચની હોડીમા બેસીને જવું પડે છે. ઓટ હોય અને પાણી છીછરૂં હોય તો ચાલીને પણ જઈ શકાય. કિલ્લાની અંદર ઐતિહાસિક ચીજવસ્તુઓ સચવાયેલી છે. બંદૂક, તોપ, હથિયારો, સહિત યુધ્ધ દરમિયાન વપરાતી સામગ્રી અને પરવેશ ત્યાં જાેવા મળે છે. કિલ્લાની અંદરની દિવાલો પર પક્ષી અને પ્રાણીઓનું કોતરકામ પણ છે. કિલ્લાની દિવાલો મજબૂત અને તોતિંગ છે. પ્રાચીન સમયની શ્રેષ્ઠ ઈજનેરીકળાનું ઉદાહરણ પણ આ કિલ્લો છે.

અલિબાગ બીચ ઃ અરબી સમુદ્રના કિનારે આવેલો કાળી માટીવાળો કિનારો ધરાવતો આ બીચ સમય પસાર કરવા માટેનું શાંત સ્થળ છે. અડીખમ કોલાબા ફોર્ટનો ાજારો પણ બીચથી દેખાય છે. સુંદરતા માટે પ્રખ્યાત આ બીચ ચોખ્ખા પાણી, લોલોતરી અને વોટર સ્પોર્ટસ માટે પણ જાણીતો છે. બીચ આશરે ચાર કિલોમીટર સુધી ફેલાયેલો છે. બીચ નજીક આશરે ૪૦૦ વર્ષ જૂનું ગણપતિનું મંદિર પણ છે. વારતહેવારે આ મંદિરે પ્રસંગો ઉજવાય છે. આનંદ સાથે એડવેન્ચર માટે આ બીચનો એકવાર મુલાકાત લેવા જેવી છે.

મુરૂડ-જંજિરા ઃ આશરે ૧પમી સદીમાં તત્કાલીન શાસક મલિક અબરે આ કિલ્લાના બાંધકામની શરૂઆત કરી હતી. મજબૂત, આકર્ષક અને દેખાવે વિશાળ એવા આ કિલ્લાનું બાંધકામ સદીઓ પછી આજે પણ સાબૂત છે. મહાકાય હાથીઓએ વાઘને ચારેબાજુથી ઘેરી લીધો હોય એવું આ કિલ્લાને દૂરથી જાેતાં ભાસે છે. મહાકાય હાથીઓ એટલે કિલ્લાના વિશાળકાય સ્તંભો અન વાઘ એટલે વચ્ચેનો કિલ્લો. કિલ્લાની ફરતે ગગનચુંબી છ સ્તંભો છે.

જૂના જમાનામાં સમુદ્રી રસ્તે લૂટફાંટ અને હેરાનગતિ પ્રમાણમાં વધારે હતી. આવા દરિયાઈ ચાંચિયાઓથી બચવા માટે શાસકે આ કિલ્લાનું નિર્માણ કર્યુ હતું. દરિયાની વચ્ચોવચ્ચ આવેલા આ કિલ્લા પરથી ચારે બાજુથી આવનારા દુશ્મનોને જાેઈ શકાય અને લડી શકાય એવી વ્યવસ્થા છે. વપરાતી તોપ, બંદૂક, શસ્ત્રો આજે પણ અહીં સચવાયા છે. દુશ્મનો કિલ્લાને ઘેરી લે અને બચવાનો રસ્તો ન હોય તો ભૂગર્ભ માર્ગે બહાર પણ પહોંચી શકાય એવા ભોંયરાઓ કિલ્લામાં છે એવું કહેવાય છે. હાલમાં તે જાેવા મળતા નથી.

વોટર સ્પોટ્‌ર્સ ઃ અલિબાગના બીચ પર વિવિધ વોટર સ્પોર્ટંસ માણી શકાય છે. એડવેન્ચરના શોખીનો આવી રમતોનો આનંદ માણવા ત્યાં પહોંચી જાય છે. કેટલીક સ્પોટ્‌ર્સ સામાન્ય છે. એવી સ્પોટ્‌ર્સમાં ભાગ્‌ લેવા ટ્રેનિંગની જરૂર નથી હોતી અનેકોઈ પણ તે માણી શકે છે. કેટલીક રમતો અઘરી અને અટપટી હોવાથી ટ્રેનિંગની જરૂર હોય છે. આવી રમતો નિષ્ણાતોના માર્ગદર્શન અને સલાહ સાથે માણવી. પેરાસેઈલિંગ, જેટ સ્કિઈંગ, બનાના બોટ રાઈડ, સી કાયાકિંગ, સ્કુબા ડાઈવિંગ, સ્પીડ બોટ જેવા વિકલ્પો ત્યાં ઉપલબ્ધ છે.

કેવી રીતે જશો ?
ટ્રેન અને બસમાં મુંબઈથી અલિબાગ પહોંચી શકાય છે. ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો મુંબઈથી ગોવા વખતે રસ્તામાં અલિબાગ આવે છે.

ક્યાં રહેશો ? શું ખાશો-પીશો ?
રહેવા માટે અલિબાગમાં પૂરતા ઓપ્શન છે. બજેટ મુજબ હોટલ મળી રહે છે. જમવા માટે મરાઠી, ગુજરાતી, સાઉથ ઈન્ડિયન આઈટમ્સ સર્વત્ર મળી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.