Western Times News

Gujarati News

ઈડી દ્વારા અનિલ દેશમુખની ૪.૨૦ કરોડની સંપત્તી જપ્ત

નવી દિલ્હી: ઇડી (ઈડી) એ પીએમએલએ હેઠળ અનિલ દેશમુખ, તેમની પત્ની આરતી દેશમુખ અને કંપની પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડની ૪.૨૦ કરોડની સંપત્તિ અસ્થાયી રૂપથી જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં એક વર્લી, મુંબઇમાં એક રેસિડેન્શિયલ ફ્લેટ છે, જેની કિંમત ૧.૫૪ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત પ્રિમિયર પોર્ટ લિંક્સ પ્રા.લિમિટેડના નામ પર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ૨.૬૭ કરોડ રૂપિયાની કિંમતની ૨૫ જમીનના ટુકડા છે.

ઇડીએ આઈપીસીની કલમ ૧૨૦-બી, ૧૮૬૦ અને પીએમ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭ હેઠળ સીબીઆઇ, નવી દિલ્હી દ્વારા અનિલ દેશમુખ અને અન્ય વિરૂદ્ધ અયોગ્ય અને ખોટી રીતે લાભ પ્રાપ્ત કરવાના કેસમાં દાખલ ફરિયાદના આધારે મની લોન્ડ્રીંગની તપાસ શરૂ કરી છે. મુંબઇમાં તમામ બાર, રેસ્ટોરેન્ટ અને અન્ય પ્રતિષ્ઠાનો પરથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલીના કેસમાં દેશમુખની મુશ્કેલીઓ પહેલાં કરતાં વધી ગઇ છે. પીએમએલએ તપાસ દ્વારા જાણવા મળ્યું છે

અનિલ દેશમુખે મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રીના રૂપમાં કાર્ય કરતાં, ખોટી રીતે મુંબઇ પોલીસના તત્કાલિન સહાયક પોલીસ ઇંસ્પેક્ટર સચિન વાઝેના માધ્યમથી તમામ ઓર્કેસ્ટ્રા બાર માહિલા પાસેથી લગભગ ૪.૭૦ કરોડ રૂપિયા કેશ લાંચ તરીકે લીધા હતા.

આ ઉપરાંત દિલ્હી સ્થિત ડમી કંપનીઓની મદદ દેશમુખ પરિવારે ૪.૧૮ કરોડ શ્રી સાંઇ શિક્ષણ સંસ્થાના નામે ટ્રસ્ટમાં લેવામાં આવ્યા અને પછી પોતાની કંપનીમાં ટ્રાંસફર કરવામાં આવ્યા. તપાસમાં આગળ જાણવા મળ્યું કે મુંબઇના વર્લી સ્થિત ફ્લેટ અનિલ દેશમુખની પત્ની આરતી દેશમુખના નામે રજિસ્ટર્ડ છે. આ ફ્લેટની ચૂકવણી સન ૨૦૦૪માં કેશ કરવામાં આવી હતી. જાેકે તેની રજિસ્ટ્રી ફેબ્રુઆરી ૨૦૨૦માં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનિલ દેશમુખ મહારાષ્ટ્રના રાજ્યના ગૃહમંત્રી
હતા.

આ ઉપરાંત દેશમુખ પરિવારે મેસર્સ પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ૫૦ ટકા સામિત્વ પ્રાંત કરી લીધું છે. આ ફર્મની સંપત્તિમાં જમીન, દુકાનો વગેરેની કિંમત લગભગ ૫.૩૪ કરોડ રૂપિયા છે પરંતુ દેશમુખ ફેમિલને માત્ર ૧૭.૯૫ લાખ રૂપિયા ચૂકવણી કરતાં જ કંપનીની ૫૦ ટકા ઓનરશિપ લઇ લીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.