Western Times News

Gujarati News

ટીમ્બા ગામ પ્રાથમીક શાળા ખાતે જ્ઞાન દીપ રથનું ઉદ્‌ઘાટન

(તસ્વીર ઃ મોહસીન વ્હોરા, સેવાલીયા) પંચમહાલના ગોધરા તાલુકાની ટીમ્બા ગામ પ્રાથમીક શાળા ખાતે શિક્ષકોએ ‘શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ બંધ નથી’ના સૂત્રને સાર્થક કરવા મોટર સાઇકલ ઉપર જ્ઞાનદીપ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જે રથનું ઉદ્‌ઘાટન પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વી. એમ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગોપાલ ભાઈ પટેલ (પંચમહાલ ખરીદ વેચાણ સંઘ, મંત્રી), જગતસિંહ પટેલ (કાંકણ પુર બીટ નિરીક્ષક), જીજ્ઞેશ ભાઈ (બી.આર.સી) ગોઠડા પગાર કેન્દ્ર શાળા ના તમામ આચાર્યશ્રીઓ તથા ગામના વડીલો ગ્રામજ નો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ્બા ગામ પ્રાથમિક શાળાના ૩૧૩ વિધાર્થીઓ પૈકી ૨૦૦ જેટલા વિધાર્થીઓ હાલ શેરી શાળામાં અભ્યાસ કરે છે. આ વિધાર્થીઓને ઘર આંગણે શિક્ષણ અને શિક્ષણિક સાહિત્ય પૂરું પાડી ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવે એજ આ રથ નો મુખ્ય હેતુ છે. આ રથની વિષેશતાઓ માં મુખ્યત્વે એ છે કે (૧) દાતાઓ દ્વારા મળેલ દાનમાંથી જરૂરીયાત વાળા બાળકોને શૈક્ષણિક સામગ્રી પુરી પાડવામાં આવશે.

(૨) શિક્ષણમાં ખુબજ ઉપયોગી વિવિધ એપ્લિકેશનનું જ્ઞાન આપવામાં આવશે. (૩)G – SHALA અને માઈક્રોસોફ્ટ ટીમનું રજીસ્ટ્રેશન રથ ઉપરથી થઈ શકશે.(૪) રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ શુષ્યવૃત્તિની પરીક્ષાનું માર્ગદર્શન અહીંથી આપવામાં આવશે.(૫) વાલીઓના પ્રશ્નોને ઉકેલવા પ્રશ્ન પેટી મુકવામાં આવી છે.

(૬) આ રથ ઉપર બ્લેક બોર્ડ અને સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.આ રથને તૈયાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન શાળાના શિક્ષક રઘુભાઈ ભરવાડ અને શૈલેષભાઇ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. તથા શાળાના આચાર્ય શ્રી કલાબેન તેમજ શાળાના સ્ટાફનો સાથ સહકાર આપ્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.