Western Times News

Gujarati News

બંગાળમાં ભાજપને ઓવરકોન્ફિડન્સ ભારે પડ્યો : સુવેંદુ અધિકારી

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની હારને લઈને નેતા વિપક્ષ સુવેંદુ અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે. સુવેંદુ અધિકારીએ કહ્યું કે, બીજેપીના અનેક નેતાઓના ઓવરકૉન્ફિડન્સથી બંગાળમાં પાર્ટીની હાર થઈ, કેમકે આવા નેતાઓનું માનવું હતું કે બંગાળમાં પાર્ટીને ૧૭૦થી વધારે સીટો મળશે. બીજી તરફ ટીએમસીએ સુવેંદુના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, બીજેપી ભ્રમમાં હતી, કેમકે તેના અનેક નેતાઓએ ભવિષ્યવાણી કરી હતી કે ભગવા જૂથ ૨૦૦થી વધારે સીટો પાર કરશે.પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુર વિસ્તારમાં રવિવારના બીજેપીની બેઠક થઈ હતી. બેઠકમાં સુવેંદુ અધિકારીએ કહ્યું કે, અનેક નેતાઓના અતિ આત્મવિશ્વાસના કારણે પેદા થઈ રહેલી જમીની સ્થિતિને સમજવામાં અસફળ રહ્યા. તેમણે કહ્યું કે, અમે વિધાનસભા ચૂંટણીના પહેલા ૨ તબક્કામાં સારું પ્રદર્શન કર્યું. આવામાં અમારા અનેક નેતા અહંકાર અને ઓવરકોન્ફિડન્સમાં આવી ગયા હતા. તેમણે વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું હતું કે, બીજેપી ચૂંટણીમાં ૧૭૦-૧૮૦ સીટો મેળવીને રહેશે, પરંતુ તેમણે જમીન સ્તરે કામ ના કર્યું, જે પાર્ટીને મોઘું પડ્યું.

અધિકારીએ કહ્યું કે, જમીન સ્તરે કામ ચાલું રાખવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું લક્ષ્?ય નક્કી કરવું, જે વાસ્તવિક હતું, પરંતુ સખ્ત મહેનતની જરૂર હતી. અધિકારીના દાવા પર જવાબ આપતા તૃણમૂલ કાૅંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે, સુવેંદુ અધિકારી મમતા બેનર્જી તરફથી સામાજિક કલ્યાણ યોજનાઓ અને વિકાસની એક લહેરને સરળતાથી ભૂલી ગયા. જનાદેશ બીજેપીના દિગ્ગજાેની વિરુદ્ધ ગયો છે, જેઓ સતત સીએમ અને ટીએમસીની વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા.

કુણાલ ઘોષે બીજેપી પર કટાક્ષ કરતા કહ્યું કે, બીજેપી ભ્રમમાં રહી રહી હતી, કેમકે તેના અનેક નેતાઓએ ભવિષ્યવાણી કરી હતી કે ભગવા જૂથ ૨૦૦ સીટોને પાર કરી જશે. તેઓ બીજાઓ સાથે ભૂલ કેમ કરી રહ્યા છે? શું સુવેંદુએ પણ વારંવાર આ દાવો નથી કર્યો કે તેમની પાર્ટીને ઓછામાં ઓછી ૧૮૦ સીટો મળશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.