Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન થતા ૬૦ થી વધુ કાચા મકાનો પડી ગયા

શિમલા: દેશ ના ઘણા રાજ્યો માં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે . જે અંતર્ગત હિમાચલ પ્રદેશમાં છેલ્લા અઠવાડિયા થી મોનસૂન ફરી સક્રિય થયું છે . સોમવારે ભારે વરસાદથી ભારે નુકશાન થયુ . ચંબામાં લેન્ડસ્લાઈડના કારણે જ્યાં માતા પિતા અને દીકરાનું મોત થયું છે. અને ઘણી જગ્યા એ ભારે નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું છે . હિમાચલ પ્રદેશ’ના ગડા, હમીરપુર અને ચંબામાં જ ૧૬ ઘર અને દુકાનો ધ્વસ્ત થઇ . આ ઉપરાંત કાર પુલ વહી ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂસ્ખલનથી ૭ નેશનલ હાઈવે સહિત રાજ્યમાં ૨૫૨ નાના મોટા રસ્તા ઠપ થઈ ગયા છે. પકાંગડામાં ભારે વરસાદ ને કારણે ચંબામાં ભરમૌર જનારો હાઈવે ટોલૂમાં ભટ્ટીની હટ્ટી પાસે લેન્ડ સ્લાઈડના કારણે બંધ થઈ ગયો છે.

ચંબામાં ભૂસ્ખલનના કારણે કાર રાવીમાં સમાઈ ગઈ. કારમાં એક જ પરિવારના ૩ સભ્યો હતા. જેમના મૃતદેહ મળી આવ્યા છે. કાંગડાના માધ્યમથી નાળામાં એક વ્યક્તિની લાશ મળી છે. સિરમૌરની ગિરી નદી પર જળસ્તર વધતા ગેટ નંબર ૨ અને ૪ ખોલવામાં આવ્યા છે. કાંગડાના આશાપુરીમાં વીજળીના ૩ ઘેંટા સહિત ૪ મેવેશિયોના મોત થયા છે. સરકાઘાટના પપલોગમાં ટ્રૈ્‌ક્ટર, બિલાસપુરમાં કાર મલબામાં દબાઈ ગઈ. પંચરુખીમાં એક કાર તણાઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.