Western Times News

Gujarati News

એમ્સમાં આવતા અઠવાડિયાથી ૨ થી ૬ વર્ષના બાળકો પર વેકસીનનું ટ્રાયલ કરાશે

FIles Photo

નવીદિલ્હી: આવતા અઠવાડિયાથી ૨-૬ વર્ષના બાળકો માટે ભારત બાયોટેકના કોવિડ ૧૯ વેક્સીનના કોવેક્સીનના બીજા ડોઝનું પરિક્ષણ શરૂ થઈ શકે છે. એમ્સ પરીક્ષણ શરૂ કરવાની તૈયારીમાં છે. આ પહેલા રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં વેક્સિન આવી શકે છે. અહીં પહેલા પણ ૧૮ વર્ષથી ઉપરના લોકોને માટે વેક્સિનનું પરીક્ષણ શરૂ થયું છે. ૬-૧૨ વર્ષના બાળકોને વેક્સિનનો બીજાે ડોઝ પહેલા જ અપાઈ ચૂક્યો છે.

એમ્સમાં બાળકોના અલગ અલગ શ્રેણીમાં પરીક્ષણ થઈ રહ્યું છે. તેમાં દરેક ઉંમરના ૧૭૫ બાળકોને સામેલ કરાયા છે. શક્યતા છે કે બાળકોના રિપોર્ટ ઓગસ્ટ અંત સુધીમાં જાહેર કરાશે. આ રિપોર્ટના આધારે આગળનો રસ્તો નક્કી કરાશે. એમ્સમાં કોવેક્સિન સિવાય ઝાયડસ કેડિલાની વેક્સિનનું પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. ૧૨-૧૮ વર્ષ માટે ઝાયડસ કેડિલાનું પરીક્ષણ પૂરું થયું છે. હવે આ ઉંમર માટે જલ્દી વેક્સિન મળી શકે છે.

કેરળ જલ્દી રશિયાની વેક્સિન સ્પૂતનિક વી માટે રશિયા પ્રત્યક્ષ રોકાણની સાથે કરાર કરી શકે છે. આ સિવાય ભારતમાં રશિયા રાજદૂતના માધ્યમથી રાજ્ય સરકાર દ્વાકા કરાયેલા પ્રસ્તાવમાં રસ દેખાડ્યો છે. આ યોજના અનુસાર વાત બને છે તો રાજ્યમાં જલ્દી જ સ્પૂતનિક વી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરી શકાશે. તેઓએ કહ્યું કે અમને ૨ વિકલ્પ મળ્યા છે. એક- લાઈફ સાયન્સ પાર્કમાં ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટસ બીજાે – શીશીઓ ભરવા માટે. અમારી પાસે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ પ્રોજેક્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.