Western Times News

Gujarati News

એપ્રેન્ટિસશિપ્સ મારફતે ભરતી વધારવા પાંચ મહત્વપૂર્ણ સુધારાની જરૂર

ભારતીય ઉદ્યોગજગતે એપ્રેન્ટિસશિપ કાયદાને સરળ બનાવવાની અપીલ કરીઃ ટીમલીઝ

એપ્રેન્ટિસશિપ્સને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશેઃ

સંસદના ચોમાસા સત્રમાં એપ્રેન્ટિસશિપ એક્ટ એટલે કે તાલીમ માટેનો ધારો રજૂ થવાની અપેક્ષા છે. આ સત્ર અગાઉ ટીમલીઝ સર્વિસીસના ફ્લેગશિપ પ્રોગ્રામ NETAP {નેશનલ એમ્પ્લોયેબિલિટી થ્રૂ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ]એ વર્તમાન કાયદાના અવરોધોને સમજવા કંપનીઓ સાથે એક સર્વે હાથ ધર્યો હતો,

જેમાં એપ્રેન્ટિસશિપની ઇકોસિસ્ટમ પર અસર અને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાતના મુદ્દાઓનો વિચાર કરવામાં આવ્યો હતો. આ સર્વે 200 કંપનીઓ સાથે હાથ ધરવામાં આવ્યો છે, જેમાંથી 100 ટકાએ ઉલ્લેખ કર્યો હતો કે, તેમને વિવિધ સુધારાની અપેક્ષા છે, જે ઇકોસિસ્ટમને સરળ બનાવશે.

જ્યારે સર્વેમાં સામેલ 30 ટકા અને 24 ટકા ઉત્તરદાતાઓએ અનુક્રમે નિયમનો સરળ બનાવવાની અને માર્ગદર્શિકાઓના અમલને સરળ બનાવવાની ભલામણ કરી હતી, ત્યારે 24 ટકા ઉત્તરદાતાઓ અમલમાં છૂટછાટ ઇચ્છે છે. ઉપરાંત 20 ટકા ઉત્તરદાતાઓ એપ્રેન્ટિસશિપને એક અધિકારક્ષેત્ર હેઠળ લાવવા ઇચ્છે છે.

ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટીનાNETAPનાવાઇસ પ્રેસિડન્ટ શ્રી સુમિત કુમારે કહ્યું હતું કે,ભારતમાં ઔપચારિક રોજગારીનું સર્જન કરવું સૌથી મોટી ચિંતાજનક બાબત છે. એપ્રેન્ટિસશિપ્સ આ સંબંધમાં અતિ ઉપયોગી પુરવાર થઈ છે. એનાથી એક તરફ કંપનીઓને ભરતી કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મળે છે, તો બીજી તરફ એનાથી ઉમેદવારો ઔપચારિક રોજગારી તરફ અગ્રેસર થાય છે અને તેમની આજીવિકામાં વધારો થાય છે.

જોકે એપ્રેન્ટિસશિપ્સ રોજગારીના સર્જનમાં વધારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને આ માટે આપણે વધારે સક્ષમ એપ્રેન્ટિસશિપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની જરૂર છે. અત્યારે યુનાઇટેડ કિંગ્ડમ, અમેરિકા, ફ્રાંસ, ચીન વગેરે જેવા દેશોની જેમ આપણા દેશમાં એપ્રેન્ટિશિપ્સ ઇકોસિસ્ટમ સરળ નથી. 10 વર્ષમાં 10 મિલિયન ડિગ્રી એપ્રેન્ટિસશિપ્સનાં વિઝનને સાકાર કરવા ભારત માટે કાયદામાં ફેરફાર કરવો પડશે. હકીકતમાં અમારા સર્વેમાં આ પ્રકારની લાગણી વ્યક્ત થઈ હતી.

જો ભારત 10 વર્ષમાં 10 મિલિયન ડિગ્રીના એના વિઝનને સાકાર કરવા ઇચ્છતો હોય, તો સંસદના ચોમાસા સત્ર દરમિયાન આ પાંચ આવશ્યક સુધારાઓ તાત્કાલિક કરવા પડશેઃ

  • નવી શિક્ષણ નીતિનો ઝડપથી અમલ, જે એપ્રેન્ટિસશિપ સાથે સંલગ્ન ડિગ્રી પ્રોગ્રામ્સ માટે માર્ગ મોકળો કરે છે
    • ડિગ્રી એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ્સ ઓફર કરવા યુનિવર્સિટીઓ માટે અમલમાં રહેલી માર્ગદર્શિકાઓને સરળ બનાવવી, જે વધારે યુનિવર્સિટીઓને આગળ આવવ સક્ષમ બનાવશે
    • વધારે યુનિવર્સિટીઓને ડિગ્રી એપ્રેન્ટિસશિપ સાથે જોડાયેલા પ્રોગ્રામ્સ ઓનલાઇન ઓફર કરવાની છૂટ આપવી
  • તાલીમાર્થીઓ, કંપનીઓ અને યુનિવર્સિટીઓ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરવી, જેથી ડિગ્રી એપ્રેન્ટિસશિપ્સની સ્વીકાર્યતા વધશે અને એનો શ્રેષ્ઠ અમલ થશે. આ ત્રિપક્ષીય સમજૂતી અંતર્ગત, યુનિવર્સિટી માગ અને પુરવઠા એમ બંને માટે સુવિધાકાર તરીકે કામ કરી શકે છે, અકાદમિક પાર્ટનર તરીકે એપ્રેન્ટશિપ સલાહકાર અને ટીપીએની વધારે મોટી ભૂમિકા ભજવી શકે છે
  • એપ્રેન્ટિસશિપ્સને વધારે વેગ આપવા ટીપીએની કામગીરીનો વ્યાપ વધારવો પડશે અને વધારાની વહીવટી જવાબદારીઓ સુપરત કરવી પડશે, જેથી બેન્ડવિડ્થ વધશે તથા વધુને વધુMSMEsઅને આ જ પ્રકારના ઉદ્યોગસાહસો એપ્રેન્ટિસશિપ્સ હાથ ધરવા સક્ષમ બનશે

  • વિવિધ વહીવટી સંસ્થાઓને બદલે એક અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ એપ્રેન્ટિસશિપ્સ, ટ્રેઇનીશિપ્સ અને અન્ય વ્યવહારિક તાલીમને લાવીને ઇકોસિસ્ટમમાં નિયમનકારી માળખાની જટિલતા ઘટાડવી
  • અમલ કરવાની માર્ગદર્શિકાઓને સરળ બનાવવી, જેથી વધુ કંપનીઓ તાલીમાર્થીઓને જોડવા આગળ આવી શકે. અત્યારે ભારતમાં 20000 કંપનીઓ તાલીમાર્થીઓ સાથે સંકળાયેલી છે. છઠ્ઠા ઇકોનોમિક સેન્સસ (2013-14)માથી પ્રાપ્ત ડેટા સંકેત આપે છે કે, ભારતને દર વર્ષે 2.5 લાખને બદલે 20 લાખ એપ્રેન્ટિસિસ ઉમેરવા પડશે. અત્યારે ઔપચારિક રોજગારીમાં 2 લાખ લોકો સામેલ થાય છે (10 ટકા લઘુતમ એબ્સોર્પ્શન રેટનો વિચાર કરીને). ઊંચો એબ્સોર્પ્શન રેટ વધારે સારાં પરિણામો આપશે.

શ્રી કુમારે ઉમેર્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં એપ્રેન્ટિસશિપ સ્વીકાર્યતામાં વધારો થયો છે. વર્ષ 2015-16માં એપ્રેન્ટિસશિપ્સ માટે 5,657 રજિસ્ટર્ડ કંપનીઓ હતી, જે વધીને અત્યારે (જાન્યુઆરી, 2021 સુધી) 1,20,000 થઈ ગઈ છે. જ્યારે કુલ નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે આ વધારાને અનુરૂપ અમલીકરણ થતું નથી.

જ્યારે એપ્રેન્ટિશિપ્સની વાત આવે છે, ત્યારે આપણે હજુ પણ વણખેડાયેલી સંભાવનાઓ ધરાવીએ છીએ. ભરતી કરવાની વ્યૂહરચનામાં અત્યારે એપ્રેન્ટિસશિપ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેઓ કંપનીઓને ખર્ચ અસરકારકતા અને ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ થાય છે, ત્યારે એપ્રેન્ટિસશિપ્સ કાયદામાં સુધારા ભારતમાં એપ્રેન્ટિસશિપ્સને ઝડપી બનાવશે અને એની સ્વીકાર્યતા વધારશે.

આ સુધારા ઉપરાંત NAPS 2.0 હેઠળ એપ્રેન્ટિસશિપ્સ માટે વધારે ફાયદા અને સબસિડીઓ પ્રસ્તુત કરવાથી આ પ્રકારની તાલીમ લાભદાયક પણ બનશે. વર્તમાન યોજનામાં સ્ટાઇપેન્ડ્સ પર 25 ટકા સબસિડી અને મૂળભૂત તાલીમ પર 50 ટકા સબસિડી લાગુ છે,

પણ તમામ પ્રકારના ઉદ્યોગો માટે એક જ માપદંડ અપનાવવાથી વધારે સારાં પરિણામો મળ્યાં નથી. NAPS 2.0ને બદલે સેગમેન્ટ/કંપનીની સાઇઝને અનુરૂપ સબિસિડીનું માળખું ઊભું કરવાની જરૂર છે. આ સુધારા અને પરિવર્તનો સાથે એપ્રેન્ટિસશિપ્સ લાંબા ગાળે દેશમાં ઔપચારિક રોજગારીનું સર્જન કરવાની મુખ્ય વ્યવસ્થા બનશે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.