Western Times News

Gujarati News

૭૦ કરોડ રૂપિયાના MD ડ્રગકાંડમાં પકડાયેલા ૩રથી વધુ ગુનેગારો પૈકીની એક મહેજબીન લેડી ડોન

ગોધરાકાંડ બાદ વડોદરાની સામાન્ય મહિલા મહેજબીન શેખ આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર બની

વડોદરા, ઈન્દોર ખાતે ઝડપાયેલા ૭૦ કરોડના મેથામ્ફેટામાઈન (એમડી) ડ્રગ કાંડમાં અત્યાર સુધી ઝડપાયેલા ૩રથી વધુ ગુનેગારો પૈકીની મુંબઈ સ્થિત મહેજબીન શેખ વડોદરાની હોવાનું બહાર આવ્યું છે. ગોધરકાંડ બાદ વડોદરાની સામાન્ય મહિલા મહેજબીન શેખ ઉર્ફે પાપા ઉર્ફે બાજી આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની ડ્રગ પેડલર બની ગઈ છે.

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પોલીસ ગત તા.૬ જુલાઈના રોજ ચાર વ્યક્તિઓની ડ્રગ્સના મામલામાં ધરપકડ કરી હતી. જેમાં મહેજબીન શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ કાંડના આ મામલામાં પોલીસે અત્યાર સુધી ૩ર લોકોની ધરપકડ કરી છે.

મહેજબીન ર૦૦ર અગાઉ ગુજરાતમાં રહેતી હતી. તેના પ્રથમ લગ્ન વડોદરાના અશરફ અલીની સાથે થયા હતા. ર૦૦રના તોફાનો બાદ મહેજબીન મુંબઈ પહોંચી ગઈ હતી. આ દરમિયાન તેના લગ્ન તૂટી ગયા હતા. તેના ગણતરીના દિવસોમાં જ તેણે મુંબઈના એક વ્યક્તિની સાથે લગ્ન કરી લીધા હતા. તે સંબંધ પણ ઝાઝો ટક્યો ન હતો. આખરે તેના પ્રેમીની સાથે લીવ ઈન રિલેશનમાં રહેતી હતી. આ દરમિયાન તેણે બુટિક કામ ઘરમાં જ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન નિઝામુદ્દીન દરગાહ પર દેવી કિન્નરની સાથે તેની મુલાકાત થઈ હતી, તેના થકી ડ્રગ્સની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

ઈન્દોર પોલીસ દ્વારા પકડવામાં આવેલા ૩રમાં એક આરોપી તો મુંબઈના ૧૯૯૩ના ધડાકાઓમાં સજા કાપી ચૂક્યો છે. એક આરોપી ગુલશનકુમાર હત્યાકાંડમાં પણ સંડોવાયેલો હતો. આવા ગુનેગારોની સાથે સંપર્કમાં આવેલી મહેજબીન ડ્રગ્સની દુનિયામાં લેડી ડોન બની ચૂકી છે.

હંમેશા લકઝરી કાર લઈને ફરતી તેમજ પંચતારક હોટલોમાં જ રોકાતી મહેજબીનના ગુનાખોરીની દુનિયામાં મૂળીયા ખૂબ ઉંડા છે. તે દુબઈ પણ જઈ આવી છે. નાઈઝીરીયાના માફીયાઓ સાથે તેના સંપર્ક રહ્યા છે. રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતના ડ્રગ પેડલરોની સાથે તે સંકળાયેલી છે.

ઈન્દોર પોલીસે પકડેલી મૂળ વડોદરાની મહિલા ડ્રગ પેડલક મહેજબીન શેખના તાર અફઘાની ડ્રગ પેડલર સાથે જાેડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તે અફઘાની પેડલરનો સંપર્ક કરી એમડી ડ્રગ મગાવાની હોવાનું બહાર આવ્યું હતું. ૭૦ કરોડના ડ્રગ કેસમાં પકડાયેલી મહેજબીન શેખ ઉર્ફે બાજીનો સંપર્ક અફઘાનના ડ્રગ પેડલર સાથે હતી તે પકડાઈ તે પહેલાં તેણે ડાર્ક વેવ કેરીયર મારફતે અફઘાનિસ્તાનના ડ્રગ પેડલર સાથે ઈન્ટરનેશનલ કોલિંગ કરી સંપર્ક કર્યો હતો,

જેમાં અફઘાની પેડલરે મહેજબીન પાસે કોકીનનો જથ્થો માગ્યો હતો. તેના બદલામાં અફઘાનની મોડીફાઈડ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા તૈયાર થયો હતો જેથી પોલીસની સાથે એનસીબી તપાસમાં જાેતરાઈ છે. મુંબઈમાં તે પબ, બાર તથા રેવ પાર્ટીમાં ડ્રગ્સ વેચતી હતી. તે ફાર્મા કંપની ગ્લોબલ એન્ટરપ્રાઈઝની આડમાં ડ્રગ્સનું કામ કરતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.