Western Times News

Gujarati News

બાઈક ચોરી કરતી ગેંગના રીઢા ચોરને મહેમદાવાદમાંથી દબોચતી મોડાસા પોલીસ

બે બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો

(પ્રતિનિધિ)ભિલોડા, સમગ્ર રાજ્યમાં બાઈક ચોરી કરી ભંગારમાં અને અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચી મારતી અનેક ગેંગ સક્રીય છે જેમાં ખેડા જીલ્લાના મહેમદાવાદના શીખવાડા વિસ્તારમાં રહેતી સીકલીકર ગેંગ બાઈક ચોરી અને ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપવામાં ખુબ જ શાતીર છે

મોડાસા શહેરમાં સીકલીકર ગેંગેના ત્રણ યુવકો પલ્સર બાઈક પર ત્રાટકી શહેરના બે જુદા જુદા રહેણાંક વિસ્તારમાં ત્રાટકી બે શાઇન બાઈકની ચોરી કરી રફુચક્કર થઇ જતા બાઈક ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ટાઉન પોલીસે નેત્રમ કેમેરા અને બાતમીદારોની મદદથી બાઈક ચોરીમાં સંડોવાયેલ સીકલીકર ગેંગના રીઢા ચોરને મેહમદવાદથી દબોચી લઇ બે બાઈક રીકવર કરી બાઈક ચોરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા

મોડાસા શહેરની અમરદીપ અને જીલાનીપાર્ક સોસાયટીમાંથી હોંડા સાઈન બાઈકની ચોરી થતા આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા મોડાસા ટાઉન પી.આઈ.એન.જી.ગોહીલ શહેરમાં બાઈક ચોરી કરતા ચોરને ઝડપી પાડવા નેત્રમ કેમેરાની મદદ લેતા કેમેરામાં પલ્સર બાઈક પર પસાર થતા ત્રણ શકમંદ શખ્સો જાેવા મળતા પોલીસે વીવીધ ટીમો બનાવી બાતમીદારો સક્રીય કરતા હતા.

ત્રણે શખ્સો મહેમદાવાદની સીકલીકર ગેંગ સાથે સંકળાયેલ હોવાની ચોક્કસ માહીતી મળતા પોલીસ મહેમદાવાદના શીખવાડામાં ત્રાટકી કરતારસીંગ ઉર્ફે કલ્ટી ઈશ્વરસિંગ ટાંક (સિકલીકર)ને ઝડપી પાડી બે ચોરી કરેલ બાઈક અને બાઈક ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ પલ્સર બાઈક મળી કુલ.રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ અન્ય બાઈક ચોરીમાં સંડોવાયેલ શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે મોડાસા ટાઉન પી.આઈ.નિતીમીકા ગોહિલે જણાવ્યું હતું કે બાઈક ચોરીમાં ઝડપાયેલ કરતારસિંગ ઉર્ફે કલ્ટી ટાંક રાજ્યમાં ઘરફોડ અને બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપતી સિકલીકર ગેંગનો રીઢો ચોર હોવાની સાથે અનેક બાઈક ચોરી અને ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપ્યો હોવાનો અને સાબરમતી જેલમાં બે વર્ષ ચોરીના ગુન્હામાં સજા ભોગવી ચુક્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.