Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં વેપારીઓ માટે તા.૨૫ મી ના રોજ ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજાઇ

Files Photo

રાજપીપલા, વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને અને કોવિડ-૧૯ ની સંભવતઃ ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, વીર અસ્ફાક ઉલ્લાખાન શાળા, રેડ ક્રોસ બ્લડ બેંક અને સ્ટેશન રોડ શાકમાર્કટ ચાર રસ્તા સહિત જિલ્લાના કુલ-૩૦ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતે ૧૮ થી વધુની વય ધરાવતા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાઇ હતી.

આજે તા.૨૫ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ બપોરે ૧ઃ૦૦ કલાક સુધીમાં ૭૫૦ જેટલા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓએ વેક્સીનેશનની રસીનો લાભ લીધો છે.અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિતે જણાવ્યું હતું કે,

આજે તા.૨૫ મી ના રોજ સરકારશ્રીના માર્ગદર્શિકા મુજબ અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રાહબહી હેઠળ રાજપીપલામાં ૫ સેન્ટરો સહિત જિલ્લાના અન્ય કેન્દ્રો ખાતે વેક્સીનેશન કેમ્પ રાજવામાં આવ્યાં છે.

જિલ્લાના વેપારીઓ, વાણીજ્ય-કોમર્શીયલ એકમો અને સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાવામાં આવી છે. કોવિડ-૧૯ ની સંભવતઃ ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે પણ વેપારીઓ વેક્સીનેશનનો મહત્તમ લાભ લે જેથી કરીને તેમના વ્યવસાય પણ ચાલુ રહે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ ગભરાયા વિના કોરોના વેક્સીનની રસી લઇ લે. જેથી કરીને આપણે પોતે સુરક્ષિત રહીએ, પરિવાર સુરક્ષિત રહે અને સમાજને પણ સુરક્ષિત રાખી શકીએ તેમજ વેપારીભાઇઓને સમયસર વેક્સીનેશનનો લાભ લેવા અપીલ કરી છે.

મેડીકલ એસોશિયેસન અને વિવિધ વેપારી મંડળના પ્રમુખ શ્રી નયનભાઇ કાપડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેકસીનેશન કેમ્પનું આજે આયોજન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.