Western Times News

Gujarati News

માણાવદર તાલુકામાં સર્વત્ર વરસાદથી નદી, નાળા, ચેકડેમો છલકાયા

(તસ્વીર – જીગ્નેશ પટેલ, માણાવદર)  શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં અષાઢ મહીનાના આરંભ સાથે જ આકાશી હેત રુપ વરસાદ વરસવા લાગતા વાતાવરણ ઠંડુ ગાર થવા સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

જયારે વાડી ખેતરોમાં વાવેલી મોલાત માટે વરસાદ ખરા અર્થમાં જીવનદાન સમો સાબીત થઇ રહયો હોવાથી ખેડુતોના ચહેરા ઉપર પણ ખુશીના મોજા ખીલ્યા છે. જેમાં આજે માણાવદર પંથકમાં મેઘરાજાએ મુકામ કરી પાજાેદ ગામે ૮ ઇંચ તથા બુરી ગામે પણ માત્ર ર કલાકમાં ૬ ઇંચ પાણી વરસાવી દીધુ હતુ.

માણાવદર તાલુકામાં આજે ભારે ઉકળાટથી પશુ પક્ષી ગરમીથી ત્રસ્ત હતા. જેમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ રૌદ્ર સ્વરુપ ધારણ કરી પંથકમાં ઝંઝાવાતી અનરાધાર વરસાદે સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું હતુ. શહેરમાં સુપડાધારે વરસાદ સાથે પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. સતત બે કલાક વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
સમગ્ર વિસ્તારમાં અતિ રૌદ્ર સ્વરૂપે વરસાદે માત્ર ૨ કલાકમાં શહેરમાં ૩, બુરી ૬, મટીયાણા ગામે ૫ ઇચ, લીંબુડા ગામ ૬ ઇચ, કોડવાવ ગામે ચાર ઈચ, પાજાેદ ગામે અતી ભારે ૮ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેથી પાજાેદ ગામે ખેતરો તળાવમાં ફેરવાયા માણાવદર તાલુકામાં પડેલા સર્વત્ર વરસાદથી નદી નાળા ચેકડેમો છલકાયાં હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.