Western Times News

Gujarati News

વિરપુર તાલુકામાં મેઘમહેર -સમગ્ર પંથકમાં રીમઝીમ વરસાદ

વિરપુર, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જાેવાઇ રહી હતી જેમાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી છે, આ વચ્ચે આજે સમગ્ર મહિસાગર જીલ્લાના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે રવીવારની વહેલી સવારથી જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો વિરપુર તાલુકામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું.

સવારથી જ વિરપુર તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ થઈ ગયો હતો તાલુકામાં છેલ્લા ૧૮ કલાકમાં ૪૭ mm વરસાદ ખાબક્યો હતો સીઝનનો કુલ વરસાદ ૧૨૪mm નોંધાયો છે જાેકે મેધરાજાની લાંબાસમય બાદ પધરામણી થતા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.