Western Times News

Gujarati News

હુમલાના વિરોધમાં અમદાવાદમાં તમામ કાપડ બજાર બંધ

ફાઈલ

શહેર પોલીસ કમિશ્નર અને મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવાનો નિર્ણય : વહેપારીને ઉઘરાણીના બહાને બોલાવી ગુંડા તત્વો દ્વારા હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત :
હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ

તસવીરો – જયેશ મોદી, (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ વ્યાપક પ્રમાણમાં વધી રહી છે જેના પરિણામે અનેક વહેપારીઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહયા છે ખાસ કરીને શહેરના કાપડ બજારના વહેપારીઓ સાથે મોટાપાયે છેતરપીંડીની ઘટનાઓ ઘટી રહી છે આ મુદ્દે કાપડ મહાજનના હોદ્દેદારો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે ચિંતિત બન્યા છે અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે.

આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના કાપડ બજારના એક વહેપારીને રૂપિયા આપવાના બહાને બોલાવી તેના પર હુમલો કરી માર મારવામાં આવતા આ વહેપારીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત કાપડ મહાજનમાં પડયા છે અને આજે સવારથી અમદાવાદ શહેરના તમામ કાપડના વહેપારીઓએ બંધ પાળી વિરોધ પ્રદર્શિત કર્યો છે અને હુમલો કરનાર લુખ્ખા તત્વો અને વહેપારીની તાત્કાલિક ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે શહેરના પોલીસ કમિશ્નર અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને વિસ્તૃત આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ઉધારમાં માલ લીધા બાદ વહેપારીને રૂપિયા ચુકવવાના બદલે ગઠીયાઓ છેતરપીંડી કરીને પલાયન થઈ જાય છે આવી સંખ્યાબંધ ફરિયાદો વચ્ચે અનેક વહેપારીઓએ કરોડો રૂપિયા ગુમાવી દીધા છે. વિશ્વાસ કેળવ્યા બાદ ગઠીયાઓ રાતોરાત છેતરપીંડી આચરીને ભાગી છુટતા હોય છે.

અમદાવાદ શહેરના વિવિધ કાપડ માર્કેટોમાં આવા ગઠીયાઓ ફરતા હોય છે અને વહેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ ઉધારમાં લીધા બાદ રૂપિયા ચુકવતા નથી આવી અનેક ફરિયાદો બાદ કાપડ મહાજનના આગેવાનો સક્રિય બન્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી આગેવાનોની બેઠક પણ મળી રહી છે જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉધારમાં માલ નહી આપવાનો પણ નિર્ણય લેવાયો છે તેમ છતાં આવા ગઠીયાઓ કેટલાક વહેપારીઓનો વિશ્વાસ કેળવી છેતરપીંડી આચરતા હોય છે.

આ પરિસ્થિતિ  વચ્ચે અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. કાપડના વહેપારી નરેશ શર્માએ સફલ-૧ માં ધંધો કરતા અન્ય કાપડના વહેપારી મનોજભાઈ અને રોકીભાઈને ઉધારમાં માલ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી નરેશભાઈ તેની ઉઘરાણી કરતા હતા.
રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખતા જ મનોજભાઈ અને રોકીભાઈએ નરેશ શર્માને રૂપિયા આપી દેવા જણાવ્યું હતું અને રૂપિયા લેવા માટે નરેશભાઈને આ બંને વહેપારીઓએ સરદાર સ્થિત  પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતાં

નરેશ શર્મા તેઓના ઘરે પહોંચ્યા ત્યારે આ બંને વહેપારીઓએ કેટલાક ગુંડા તત્વોને બોલાવી રાખ્યા હતા અને તેઓ ત્યાં હાજર જ હતાં નરેશ શર્માને જાઈ આ લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેના પરિણામે વહેપારીને હોÂસ્પટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં ઘટનાની જાણ થતાં કાપડ મહાજનના હોદ્દેદારોમાં ભારે રોષ ફેલાયો હતો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં.

છેલ્લા બે દિવસથી આ મુદ્દે અગ્રણી વહેપારીઓની મીટીંગો મળતી હતી અને તેમાં આ ઘટનાના વિરોધમાં આંદોલનાત્મક ગાંધી િંચધ્યા માર્ગે લડત આપવાનો નિર્ણય કરાયો હતો લેવાયેલા નિર્ણય મુજબ આજે સવારથી જ અમદાવાદ શહેરના પાંચકુવા, ન્યુ કલોથ માર્કેટ, સીંધી માર્કેટ, રેવડી બજાર, મસ્કતી માર્કેટ, સફલ-૧, સફલ-ર, સફલ-૩, સહિત તમામ કાપડ બજારો સવારથી જ બંધ રહયા છે. ઠેરઠેર વહેપારીઓ એકત્ર થઈ રહયા છે અને આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કરતા પણ જાવા મળી રહયા છે.

વહેપારી ઉપર હુમલાના વિરોધમાં સમગ્ર કાપડ મહાજને આજે બંધ પાળતા સરકારે પણ તેની ગંભીર નોંધ લીધી છે. પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે રૂપિયાની ઉઘરાણીમાં ગુંડાઓને બોલાવી હુમલો કરાવવાની ઘટનાનો સખ્ત વિરોધ કરવામાં આવી રહયો છે વહેપારીઓની સૌ પ્રથમ માંગણી છે કે આ તમામ ગુંડાઓને પકડી તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ત્યારબાદ બંને વહેપારીઓની સામે પણ કાર્યવાહી થાય.

સવારથી જ તમામ કાપડ મહાજનો બંધ રહયા છે અને અગાઉથી લેવાયેલા નિર્ણય મુજબ વહેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવનાર છે. બીજીબાજુ આ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વહેપારીઓની માંગણી છે કે આવા કેસો ફરી વખત બનતા અટકે તે માટે કડક કાર્યવાહી કરવી જાઈએ.

આ મુદ્દે વહેપારીઓનું પ્રતિનિધિ મંડળ સૌ પ્રથમ શહેર પોલીસ કમિશ્નરને મળીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવાનું છે અને ત્યારબાદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મળવાના છે. વહેપારીઓની માંગણી છે કે છેતરપીંડીના કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે આ ઉપરાંત ચેક રિટર્ન કેસમાં પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તો જ છેતરપીંડીની ઘટનાઓ અટકે તેમ છે આ તમામ મુદ્દાઓને લઈ વિસ્તૃત આવેદનપત્ર તૈયાર કરવામાં આવી રહયું છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી નહી થાય તો આગામી દિવસોમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની વિચારણા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.