Western Times News

Gujarati News

હું ઇચ્છું છું કે તમામ સમુદાયોનો વિકાસ થાય અને રાજય સમૃધ્ધ હોય : મુખ્યમંત્રી બોમ્મઇ

બેંગ્લુરૂ: બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઈને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગઈ સાંજે ૭ વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠકમાં રાજીનામું આપનારા મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ બોમ્મઈનું નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. એને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. કર્ણાટકના નવા મુખ્યમંત્રીપદે બસવરાજ બોમ્મઈએ શપથ લીધા છે. ૨૮ જાન્યુઆરી ૧૯૬૦ના રોજ જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઇ કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતોના મંત્રી છે. તેમના પિતા એસઆર બોમ્મઇ રાજ્યના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.

મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, બસવરાજે જનતા દળથી રાજકારણની શરૂઆત કરી હતી. ૧૯૯૮ અને ૨૦૦૪માં તેઓ બેવાર ધારવાડથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા. એના પછી તેઓ જનતા દળ છોડીને ૨૦૦૮માં ભાજપમાં જાેડાયા હતા. એ જ વર્ષે, તેઓ હાવેરી જિલ્લાના શિગગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

એન્જિનિયર હોવાથી અને કૃષિ સાથે સંકળાયેલા હોવાથી બસવરાજ કર્ણાટકના સિંચાઈ બાબતોમાં નિષ્ણાત માનવામાં આવે છે. રાજ્યમાં અનેક સિંચાઈ પ્રોજેક્ટ શરૂ કરવા બદલ તેમની પ્રશંસા થઈ છે. તેમને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ભારતના પ્રથમ ૧૦૦% પાઇપ સિંચાઈ પ્રોજેક્ટને અમલમાં મૂકવાનું શ્રેય પણ તેમને જ આપવામાં આવે છે. કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઇ યેદિયુરપ્પાના પ્રિય અને તેમના શિષ્ય છે. જાે સૂત્રોનું માનીએ તો યેદિયુરપ્પાએ રાજીનામું આપતાં પહેલાં જ બોમ્મઈનું નામ ભાજપ હાઇકમાન્ડને સૂચવ્યું હતું. હકીકતમાં લિંગાયત સમુદાયના મઠાધિકારીઓ સાથેની મીટિંગમાં
યેદિયુરપ્પાએ પોતાની તરફથી જ આ નામ એ બધા વચ્ચે રાખ્યું હતું.

કર્ણાટકના પ્રખ્યાત લિંગેશ્વરા મંદિરના મઠાધિકાર શરન બાસવલિંગે કહ્યું હતું કે જાે યેદિયુરપ્પા એક ઈશારો જ કર્યો હોત તો આખો સમુદાય તેમના માટે ભાજપ સામે આવ્યો હોત. ચૂંટણીમાં ભાજપને પછડાટ ખાવી પડત, પરંતુ યેદિયુરપ્પાએ પોતે બસવરાજ બોમ્મઇને ટેકો આપ્યો હતો. લિંગાયત સમુદાયના હોવાથી તમામ મઠાધિપતિઓ ઝડપથી તેના નામ પર સહમત થઈ ગયા.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૧૦ બેઠકથી ઘટીને ૪૦ બેઠકમાં સમેટાઇ ગયો હતો. એમાં મતની ટકાવારી ૩૩.૮૬થી ઘટીને ૧૯.૯૫% રહી ગઈ હતી. યેદિની પાર્ટીને લગભગ ૧૦% મત મળ્યા હતા. ૨૦૧૪માં યેદિયુરપ્પાની વાપસી ફરી ભાજપમાં થઈ હતી. તે યેદિયુરપ્પાની જ કમાલ હતી કે કર્ણાટકમાં ભાજપે ૨૮માંથી ૧૭ લોકસભાની બેઠક જીતી હતી.
બસવરાજ બોમ્મઇ કર્ણાટકના ૨૩માં મુખ્યમંત્રી બન્યા છે. નિવર્તમાન મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ બોમ્મઇને નવા મુખ્યમંત્રીના રૂપમાં અભિનંદન પાઠવ્યા બહતાં અને વિશ્વાસ વ્યકત કર્યો હતો કે તે વિકાસના પથ પર કર્ણાટકનું નેતૃત્વ કરશે અને રાજયના લોકોની આકાંક્ષાઓને પુરી કરશે

મુખ્યમંત્રીના સોગંદ લીધા બાદ અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ અને તમામ સમુદાયોને એક સાથે લાવવા માંગીએ છીએ મારી પ્રાથમિકતા આર્થિક અને ક્ષેત્રીય અસમાનતાને દુર કરવાની છે એકવાર આર્થિક અસમાનતા દુર થઇ શકે છે તો તમામ મુદ્દાઓ પર સમાધાન થઇ જશે હું ઇચ્છું છું કે તમામ સમુદાયોનો વિકાસ થાય અને રાજય સમૃધ્ધ હોય બસવરાજ બોમ્મબઇની સોગંદવિધિ દરમિયાન ભારત માતા કી જયના સુત્રોચ્ચાર લગાવવામાં આવ્યા હતાં.એ યાદ રહે કે ભાજપે બે માસના ગાળામાં બીજા મુખ્યમંત્રી બદલ્યા છે

ઉત્તરાખંડમાં ચુંટણીને આઠ મહીના વાર હતાં ત્યારે નવા મુખ્યમંત્રીને પદભાર સોંપવો પડયો તેવી જ રીતે કર્ણાટકમાં ચુંટણી આડે પોણા બે વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે ભાજપને મુખ્યમંત્રી બદલવાનો વારો આવ્યો છે. ૨૦૧૮ આસપાસ કર્ણાટકની વિધાનસભાની ચુંટણીમાં કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપે યેદિયુરપ્પાની આગેવાની હેઠળ સરકાર રચી હતી પણ તેઓ વિશ્વાસનો મત મેળવી ન શકતા જવું પડયું હતું.ત્યારે જનતાદળ એસના કુમાર સ્વામીએ કોંગ્રેસની ભાગીદારી સાથે સરકાર રચી છ માસ તો બધુ બરાબર ચાલ્યું પણ અને આ ગઠબંધન ચાલ્યું નહીં અને કોંગ્રેસ અને જનતાદળ એસના કેટલાક ધારાસભ્યોના પક્ષપલ્ટાને કારણે સત્તા છોડવાનો વારો આવ્યો આખરે ભાજપે ફરી યેદિયુરપ્પાને કર્ણાટકની ગાદીએ બેસાડયા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.