Western Times News

Gujarati News

કોરોનાનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ ૧૨ ટકાને વટાવી ગયો

Files Photo

થિરૂવનંતપુરમ: દેશમાં કોરોના વાયરસનો વધતો ગ્રાફ ફરી એકવાર ટેન્શન આપી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૩,૬૫૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૬૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આમાં અડધાથી વધુ ૨૨,૧૨૯ કેસ તો ફક્ત કેરળના જ છે. કેરળમાં ૨૯મી મે પછી એક દિવસમાં સૌથી વધુ ચેપગ્રસ્તોની સંખ્યા નોંધાઈ છે. રસીકરણમાં ટોચનું સ્થાન હોવા છતાં કેરળમાં રોગચાળાના નવા કેસોમાં વધારા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં રસીની તીવ્ર અછત થઈ ગઈ છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં રસીકરણ ઝુંબેશ સ્થગિત કરવી પડી છે. કેરળમાં અત્યાર સુધીમાં ૧,૮૭,૦૦,૦૦૦ લોકોને રસી આપવામાં આવી છે.

કેરળમાં એક દિવસમાં કોવિડ-૧૯ના નવા ૨૨,૧૨૯ કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૩૩,૦૫,૨૪૫ થઈ ગઈ છે. નવા દર્દીઓમાં ૧૧૬ આરોગ્ય કર્મચારીઓ છે. ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીપીઆર)ફરીથી ૧૨ ટકાને વટાવી ગયો છે. ટીપીઆર પરીક્ષણ કરેલા કુલ નમૂનાઓમાંથી સકારાત્મક કેસોનું પ્રમાણ છે. ટીપીઆર કોઈ વિસ્તારમાં કોવિડના ફેલાવાનો દર જણાવે છે. ડબ્લ્યુએચઓ અનુસાર તે ૫ ટકાથી ઓછું હોવું જાેઈએ.

આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૬ દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને ૧૬,૩૨૬ થઈ ગયો છે. સરકારી આંકડા મુજબ ૧૩,૧૪૫ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થતાં રીકવર્ડ લોકોની સંખ્યા ૩૧,૪૩,૦૪૩ થઈ ગઈ છે. રાજ્યના પાંચ જિલ્લામા સંક્રમણના ૨૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ મલાપ્પુરના ૪૦૩૭, ત્રિશુરના ૨૬૨૩, કોઝિકોડના ૨૩૯૭, એર્નાકુલમના ૨૩૫૨ અને


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.