Western Times News

Gujarati News

અમેરિકામાં ફરી કોરોનાએ સ્થિતિ બગાડી, અનેક વિસ્તારોમાં માસ્ક પહેરવાનો નિયમ

વોશિંગ્ટન: અમેરિકામાં એકવાર ફરીથી કોરોના વાયરસના મામલામાં તેજી આવી રહી છે અમેરિકામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે વલ્ર્ડોમીટર અનુસાર અમેરિકામાં ગત ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૬૦ હજારથી વધુ નવા કેસ આવ્યા છે ત્યારબાદ તે એકવાર ફરીથી સંક્રમણના મામલામાં દુનિયામાં પહેલા સ્થાન પર પહોંચી ગયું છે.

કોવિડને કારણે અમેરિકાની હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં તેજીથી વધારો થઇ રહ્યો છે કોરોના કેસમાં થયેલ વધારા બાદ હોસ્પિટલો દર્દીઓથી ભરાઇ રહી છે. અમેરિકામાં સૌથી વધુ નવા કેસો ફલોરિડામાં આવ્યા છે

જયાં એક દિવસમાં રેકોર્ડ કોરોનાના કેસો સામે આવ્યા છે અમેરિકામાં લગભગ ૪૦૦૦૦ કોરોનાના દર્દી હોસ્પિટલમાં દાખલ છે જે જાન્યુઆરીમાં કોરોનાના પીક દરમિયાનથી ઓછા છે જયારે સંધીય અધિકારીઓએ જાહેર સ્થળો પર માસ્ક પહેરવાના નિયમને ફરી ફરજીયાત બનાવ્યું છે. અમેરિકાના હાઇ રિસ્કવાળા વિસ્તારોમાં કોરોના વેકસીનના બે ડોઝ લઇ ચુકેલા લોકો માટે માસ્ક પહેરવું એકવાર ફરીથી અનિવાર્ય થઇ ગયું છે. સેંટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ડાયરેકટર રોશેલ વેલેંસ્કીએ જણાવ્યું હતું કે કોરોના વેકસીન અસરદાર છે પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિએટના કારે આગળ સંક્રમણનો ખતરો વધારી દીધો છે આ કારણે સાવધાની જરૂરી છે.

તેમણે કહ્યું કે દક્ષિણી અમેરિકામાં સૌથી વધુ સંક્રમણ જાેવા મળ્યા જાે કે ઉત્તરપૂર્વ જેવા દેશના જે ભાગમાં સૌથી વધુ રસીકરણ થયું છે ત્યાં કમ્યુનિટી ટ્રાંસમિશનનો દર સીમિત છે અમેરિકામાં પ્રત્યેક એક લાખ ઉપર ૧૦૦ થી વધુ સંક્રમણના મામલા આવતા તેને હાઇ રિસ્ક શ્રેણીમાં રાખવામાં આવે છે સીડીસીના જ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે રસી લઇ ચુકેલ લોલો જયારે સંક્રમિત થાય છે તો તેના વાયરસ લોડ રસી ન લેનારાની બરાબર જ હોય છે

સીડીસીનું કહેવું છે કે આ રિસર્ચ બાદ એ કહી શકાય છે કે વેકસીનના બંન્ને ડોઝ લઇ ચુકેલા લોકો પણ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.