Western Times News

Gujarati News

કોરોનાના કેસો વધતા સિડનીમાં આઠ અઠવાડીયાનું લોકડાઉન

સિડની: ઓસ્ટ્રેલિયામાં તેજીથી વધી રહેલ કોવિડ ૧૯ના મામલાને જાેતા દેશના સૌથી મોટા શહેર સિડનીમાં એક બાજુ જયાં મહીના માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિએટના કહેરે ગત મહીને ઓસ્ટ્રેલિયામાં કોહરામ મચી ગયું છે તાળાબંધી છતાં ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે સિડનીમાં લોકડાઉનને ૪ અઠવાડીયા વઘુ વધારતા અધિકારીઓએ પોલીસને કડકાઇ દાખવવાનો નિર્દેશ આપ્યો છે.

સિડનીમાં ન્યુ સાઉથ વેલ્સ રાજય સરકારે જાહેરાત કરી છે કે સિડની શહેપમાં લોકડાઉન ઓછામાં ઓછું ૨૮ ઓગષ્ટ સુધી લાગેલ રહેશે આ નિર્ણય કોરોનાના કેસોમાં વધારો થતા લેવામાં આવ્યો છે.સિડનીમાં ૨૪ કલાકમાં ૧૭૭ નવા સંક્રમણોના રિપોર્ટ આવ્યા છે. કહેવાય છે કે કોવિડ ૧૯ના મામલામાં વધારો ત્યારે શરૂ થયો જયારે એક લિોસિન ચાલકે ૧૬ જુને ડેલ્ટા સંસ્કરણ માટે સકારાત્મક પરીક્ષણ કરાવ્યું ડ્રાઇવરને સિડની વિમાની મથકેથી લાવવામાં આવ્યા અમેરિકી એયરક્રુ દ્વારા સંક્રમિત કરવામાં આવ્યા

સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજિકેલિયને જણાવ્યું હતું કે હું તમારા બધાની જેમ પરેશાન અને નિરાશ છું કે આપણે આ સમયે પસંદ કરવામાં આવેલ કેસ નંબર મળી શકયા નહીં પરંતુ આ વાસ્તવિકતા છે.તેમણે કહ્યું કે એક શોક સમારોહમાં ૫૦ લોકોએ લોકડાઉન નિયમોનો ભંગ કરતા ભાગ લીઘો હતો જેને પરિણામે ૪૫ સંક્રમણ થયું હતું તેમણે કહ્યું કે હવે આ રીતની બેદરકારી સહન કરી શકાશે નહીં સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે

તેને રોકવા માટે બધાએ કડક રીતે લોકડાઉનનું પાલન કરવાનું રહેશે તેમણે કહ્યું કે પોલીસ વ્યાપક સામાજિક અંતર કરવાના નિયમોના પ્રવર્તનને વધારશે અને લોકોને શંકાસ્પદ કામોનો રિપોર્ટ કરવાની વિનંતી કરતા કહ્યું કે અમે ખોચા કામ કરનારા લોકોની સાથે રહી શકીએ નહીં કારણ કે અમે બધાને પાછા સ્થાપિત કરી રહ્યાં છીએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.