Western Times News

Gujarati News

કાશ્મીર સહિત પ્રદેશના ૩૩૦૫ ગામોમાં તિરંગો લહેરાવાશે

જમ્મુ: આતંકવાદીઓ,અલગાવવાદીઓ અને પથ્થરબાજાેને ઠેંગો બતાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) આ વખતે કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવશે. આઝાદીના પૂર્વ પર કાશ્મીરના એક હજાર ગામમાં તિરંગો લહેરાવવામાં આવશે પરિષદે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ૩૩૦૫ ગામોમાં તિરંગો લહેરાવવાનો લક્ષ્ય રાખ્યો છે.

સોનેરી ભવિષ્ય તરફ તેજીથી વધી રહેલ જમ્મુ કાશ્મીરમાં આ વખતે સ્વતંત્રતા દિવસ ખાસ રહેશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોતાના સ્થાનીક કાર્યકર્તાઓની મદદથી કાશ્મીરમાં એક હજાર ગામોમાં તિરંગો લહેરાવી દેશભક્તિનો સંદેશ આપવાની તૈયારીમાં છે.

વિદ્યાર્થી પરિષદના પ્રધાન ડો.પરમિંદર સિંહનું કહેવુ છે. કાશ્મીરના ગામોમાં તિરંગો લહેરાવવાની તૈયારીઓ થઇ રહી છે. તેના માટે સેંકડો નવા કાર્યકર્તઓને સાથે જાેડવામાં આવ્યા છે તેમને ૧૫ ઓગષ્ટના કાર્યક્રમોના આયોજનની જવાબદારી આપવામાં આવી છે.આ સંબંધમાં તાકિદે જ બેઠક થશે તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠ પર સમગ્ર જમ્મુ કાશ્મીરના ૩૩૦૫ ગામોમાં તિરંગો લહેરાવવામાં આવશે

જમ્મુના પરિષદના પ્રદેશ સચિવ મુકેશ મન્હાસે કહ્યું કે સવારે ૧૦ વાગે પસંદ કરાયેલા ગામોમાં તિરંગો લહેરાવવાની સાથે રાષ્ટ્ર ગીત થશે આ કાર્યક્રમો દ્વારા દેશભક્તિનો સંદેશ આપવામાં આવશે આ દિવસે અમે આપણા સ્વતંત્રતા સૈનાનીઓને યાદ કરીશું દેશની આઝાદીનું મહત્વ બતાવી યુવાનોને જાગૃત કરવામાં આવશે

તેમણે કહ્યું કે રાજાૈરીના ૫૦ ગામ,સુંદરબનીના ૨૦૦, કઠુઆના ૨૦૦ સાંબાના ૧૫૦ જમ્મુ જીલ્લાના ૬૦૦ ગામ, ઉધમપુરના ૩૦૦ રિયાસીના ૨૦૦ રામબનના ૧૫૦ ડોડાના ૨૦૦ ગામ કિશ્તવાડાના ૧૫૦ અને કાશ્મીરના ૧ હજાર ગામાં તિરંગો લહેરાવવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.