Western Times News

Gujarati News

શર્લિનના આરોપ બાદ શમિતાએ શિલ્પા શેટ્ટી માટે ટિ્‌વટ કરી?

મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાના જામીન નીચલી અદાલતે નામંજૂર કર્યા હતા અને તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. હોટશોટ્‌સ એપ માટે અશ્લીલ ફિલ્મો બનાવવાના અને તેને અપલોડ કરવાનો આરોપ રાજ કુંદ્રા પર છે. ત્યારે એક્ટ્રેસ-મોડલ શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. આ દરમિયાન ગુરુવારે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ ૨ ટિ્‌વટ કરી છે જે જાેતાં એવું લાગે છે કે તે બહેન શિલ્પા શેટ્ટી અને જીજાજી રાજ કુંદ્રાને સપોર્ટ કરી રહી છે. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ ટિ્‌વટમાં લખ્યું કે ‘ક્યારેક-ક્યારેક અંદરની તાકાત જ્વલનશીલ જ્વાળા જેવી હોય છે કે જે તમામ લોકો જાેઈ શકે આ એક નાનકડી ચિંગારી છે જે ધીરે-ધીરે સળવળે છે. આગળ વધતા રહો. બીજા લોકો તમારી એનર્જીને કેવી રીતે જુએ છે તે તમારા હાથમાં નથી.

તમે જે કશું કહો છો અથવા કરો છો તે ફિલ્ટર થતું રહે છે. કારણકે બીજાના પોતાના વ્યક્તિગત મુદ્દા છે જેમાંથી તે પસાર થતાં હોય છે. આ તમારા વિશે નથી. તમે જે કરી રહ્યા છો તે વધુને વધુ પ્રમાણિકતાથી અને પ્રેમથી કરતા રહો. અહીં નોંધનીય છે કે ફિલ્મ ‘હંગામા ૨’ રિલીઝ થઈ ત્યારે શિલ્પા શેટ્ટીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ આ ફિલ્મ જુએ ત્યારે પણ શમિતા શેટ્ટીએ બહેનને સપોર્ટ કર્યો હતો. અહીં નોંધનીય છે કે પોતાની ફરિયાદમાં શર્લિન ચોપરાએ ૨૦૧૯નો કિસ્સો જણાવ્યો છે. રાજ કુંદ્રાએ શર્લિનની બિઝનેસ મેનેજરને ફોન કરીને એક પ્રપોઝ માટે ચર્ચા કરવાનું કહ્યું હતું.

૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ બિઝનેસ મીટિંગ પૂરી થયા પછી રાજ કુંદ્રા શર્લિનના ઘરે પહોંચી ગયો હતો. શર્લિનનો દાવો છે કે, મેસેજમાં બોલાચાલી થયા બાદ રાજ તેના ઘરે આવ્યો હતો. ફરિયાદમાં શર્લિને કરેલા દાવા પ્રમાણે, પ્રતિકાર કરવા છતાં રાજ તેને કિસ કરી રહ્યો હતો. શર્લિને એવો પણ દાવો કર્યો કે, તે કોઈ પરણેલા પુરુષ સાથે સંબંધ નહોતી રાખવા માગતી અને પર્સનલ-પ્રોફેશનલ લાઈફને મિક્સ કરવા નહોતી માગતી. ત્યારે રાજે કથિત રીતે શર્લિનને કહ્યું હતું કે, પત્ની શિલ્પા શેટ્ટી સાથેના તેના સંબંધો ગૂંચવણભર્યા છે અને ઘરે હોય છે ત્યારે તે ખૂબ તણાવ અનુભવે છે. શર્લિને વધુમાં એવું પણ જણાવ્યું કે, તે ગભરાઈ ગઈ હતી અને રાજને અટકવાનું કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.