Western Times News

Gujarati News

પેગાસસ મુદ્દે સુપ્રિમ કોર્ટ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં સુનાવણી કરશે

નવીદિલ્હી: મોદી સરકાર પેગાસસ જાસૂસી કાંડને લઈને ઘણી વિવાદોમાં ઘેરાઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં સુનાવણી કરવામાં આવશે. વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલે કહ્યું કે તેમણે આ મામલે તાત્કાલીક સુનાવણી કરવા માટે વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશિ કુમારે અરજી કરી હતી.

કપિલ સિબ્બલે એવું પણ કહ્યું કે આ મુદ્દો નાગરીકોની સ્વંત્રતાને પ્રભાવીત કરે છે. જેથી આ મુદ્દે તાત્કાલીક સુનાવણી કરવી જાેઈએ. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટના જજ એન વી રમનાએ કહ્યું કે આવતા અઠવાડિયે આ મામલે સુનાવણી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરવામાં આવી છે. તેમા એક રિટાયર્ડ જજની અધ્યક્ષતમાં સુનાવણી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સંસદમાં પણ વિપક્ષ દ્વારા આ મુદ્દે મુલતવી નોટિસ આપવામાં આવી રહી છે. જેને અધ્યક્ષ દ્વારા નકારવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંઘ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે, કે સરકારે પેગાસસ સોફ્ટવેર દ્વારા ૩૦૦ કરતા વધારે લોકોના ફોન રેકોર્ડ કર્યા છે.

વિપક્ષનું કહેવું છે કે સરકાર પેગાસસ જાસૂસી કાંડ મુદ્દે સામેથી વાત કરશે તો મુદ્દાનો અંત આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ સમય ન વેડફે સાથેજ તેમણે એવું પણ કહ્યું વિપક્ષ દ્વારા મોંઘવારી, ખેડૂત આંદોલન અને પેગાસસનો મુદ્દો સંસદમાં ઉઠાવામાં આવશે તેને ઉઠાવા દેવો જાેઈએ. રાહુલ ગાંધીએ એવા આક્ષેપ પણ કર્યા છે કે કેન્દ્ર સરકાર વિપક્ષને તેનું કામ નથી કરવા દેતી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દ્વારા અવાર નવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જેમા ખાસ કરીને મોંઘવારી, ખેડૂત આંદોલન અને પેગાસસ મુદ્દે તેઓ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ટ્‌વીટર પર ટ્‌વીટ  કરીને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.