Western Times News

Gujarati News

ઋષિ-રાજીવને યાદ કરીને રણધીર કપૂર રડી પડ્યા

મુંબઈ: બોલિવૂડ અભિનેતા રહી ચુકેલા રણધીર કપૂર તાજેતરમાં જ ટીવીના સિંગિંગ રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝનમાં મહેમાન બનીને આવ્યા હતા. આ એપિસોડમાં ઈન્ડિયન આઈડલના કન્ટેસ્ટન્ટ્‌સએ કપૂર પરિવારના સુપરહિટ ગીતો પર પર્ફોમન્સ આપ્યુ હતું. આ દરમિયાન રણધીર કપૂર પોતાના બન્ને ભાઈઓ ઋષિ અને રાજીવ કપૂરને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.

આ એપિસોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સિંગર પવનદીપ રંજને રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ મેરા નામ જાેકરનું ગીત જીના યહાં મરના યહાં પર પર્ફોમન્સ આપ્યું. જ્યારે પવનદીપ આ ગીત ગાઈ રહ્યો હતો ત્યારે બેકગ્રાઉન્ડમાં રણધીર કપૂર અને તેમના પિતા રાજ કપૂર તેમજ ભાઈઓ ઋષિ અને રાજીવ કપૂરની તસવીરો દર્શાવવામાં આવી. આ તસવીરો જાેઈને રણધીર કપૂરની આંખમાં આંસુ આવી ગયા.

ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરનું અવસાન ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કેન્સરની લાંબી બીમારી પછી થયુ હતું. તેના થોડા મહિનાઓ પછી ૨૦૨૧ના ફેબ્રુઆરી મહિનામાં રાજીવ કપૂરનું અવસાન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયુ હતું. પાછલા થોડા સમયથી રણધીર કપૂરનું સ્વાસ્થ્ય પણ કથળી ગયુ હતું. કોરોના પોઝિટિવ આવ્યા પછી લાંબા સમય સુધી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.