Western Times News

Gujarati News

નડિયાદની ભારતીય વિદ્યા ભવન્સ સંચાલિત શાળાની બહાર વાલીઓએ હોબાળો મચાવ્યો

નડિયાદની ભારતીય વિદ્યા ભવન્સ સંચાલિત પ્રાથમિક શાળામાં RTE હેઠળ ૯ બાળકોને પ્રવેશ ન આપતા વાલીઓએ અધિક કલેકટરને આવેદન પત્ર આપ્યું

(પ્રતિનિધિ) નડિયાદ,  નડિયાદની ભારતીય વિદ્યા ભવન્સ સંચાલિત શ્રીમતી એમ. કે. પટેલ પ્રાથમિક શાળામાં ૯ જેટલા બાળકોને ઇ્‌ઈ હેઠળ પ્રવેશ મળ્યો હોવા નો સરકાર નો પત્ર હોવા છતાં પ્રવેશથી વંચિત રાખવામાં આવતાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે અને આ બાદ આજે અધિક કલેકટરને આ અંગે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

ગરીબ બાળકોને પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાની તક મળે તેવા ઉમદા હેતુ સર સરકારે ખાનગી શાળાઓમાં ૧૦ ટકા બેઠકો આરટીઇ હેઠળ ફાળવવા નું નક્કી કર્યું છે આ બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ મળે તો આ બાળકોની તમામ ફી સરકાર દ્વારા ચૂકવાય છે

પરંતુ ઘણી શાળાઓ સરકાર દ્વારા આર ટી ઇ હેઠળ પસંદ થયેલા બાળકોને પ્રવેશ આપતી નથી એનકેન પ્રકારે તેમને પ્રવેશથી વંચિત રાખે છે આવી એક શાળા બાબતે વાલીઓમાં રોષ જાેવા મળે છે નિયમ મુજબ નવ બાળકોને સરકાર દ્વારા આર ટી ઈ હેઠળ પસંદ કરી એડમિશન કાર્ડ આપી દીધા હતા

આ કાર્ડ લઈ બાળકોના માવતર શાળામાં જતા શાળા સંચાલકોએ પ્રવેશ આપવા માટે ઇનકાર કરી દીધો હતો જેથી આ બાબતની રજૂઆત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને કરાઈ હતી ત્યાર બાદ આજે જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમો સંતાનો માટે નડિયાદની ભારતીય વિદ્યા ભવન્સ સંચાલિત શ્રીમતી એમ. કે. પટેલ પ્રાથમિક શાળામાં ગયા હતા ત્યારે સ્કૂલ સંચાલકોએ ઉગ્રતાથી વાત કરી પ્રવેશ નહી આપીએ તેમ જણાવ્યું હતું. ઇ્‌ઈ હેઠળ પ્રવેશ મેળવવો એ ગરીબોનો હક્ક છે

તેમ છતાં પણ શાળા સંચાલકોએ મનમાની ઉપર ઉતરી આવ્યા હતા. અને વાલીઓને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી કે અમીત શાહ આવશે તો પણ તમને એડમીશન નહી મળે તેમ કહી પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ વાલીઓએ આવેેદ પત્ર માં કર્યો છે.

બીજી બાજુ શાળા સંચાલકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને પત્ર પાઠવી એવું જણાવ્યું હતું કે જે બાળક ઇ્‌ઈ હેઠળ પ્રવેશ મળ્યો છે તેમાં બાળકોના માવતરો ની નિયમ કરતા આવક વધુ છે તેમણે ખોટા સોગંદનામા કરી ઓછી આવક દર્શાવી છે માટે તેઓ પ્રવેશ લાયક નથી માટે તેમને પ્રવેશ આપવામાં આવ્યું નથી

જાેકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ બાબતે શાળા સંચાલકો ને લેખિતમાં તાકીદ કરી છે કે શાળામાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ ફાળવેલ બાળકોના વાલીઓના આવક બાબતે વિગતો તમારા તરફ થી રજુ કરી હતી. આ સંદર્ભે ટીમ બનાવી વાલીના ઘરની મુલાકાત લઈ ચકાસણી હાથ ધરવામાં આવશે

ત્યારબાદ જાે તેઓને રજૂ કરેલા પૂરાવા ખોટા સાબિત થશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ.તા ૪ ઓગસ્ટ પ્રવેશની છેલ્લી તારીખ હોઇ પવેશ આપી દેવો.

અત્રે નોંધનીય છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની આવી તાકીદ છતાં પણ શાળા સંચાલકોએ ૯ બાળકોને પ્રવેશ ના આપતા આજે બાળકોના માવતર ઓએ જિલ્લા અધિક કલેકટરને લેખીતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.