Western Times News

Gujarati News

પાલનપુર ખાતે નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના ૧૮૫ સ્વસહાય જૂથોના લાભાર્થી બહેનોને રૂ. ૧.૮૫ કરોડની લોન સહાયના ચેક અપાયા

(માહિતી બ્યુરો, પાલનપુર) મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના’’ હેઠળ છેલ્લા ચાર દિવસથી તા.૧ લી ઓગષ્?ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

જે અંતર્ગત આજે તા. ૪ થી ઓગષ્?ટના રોજ પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને નારી ગૌરવ દિવસ નિમિત્તે સ્વસહાય જૂથોના લાભાર્થી બહેનોને લોન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૧૮૫ સ્વસહાય જૂથોના લાભાર્થી બહેનોને રૂ. ૧.૮૫ કરોડની લોન સહાયના ચેક અપાયા હતાં.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે નારીઓના સન્માન અને ગૌરવ માટે નારી ગૌરવ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

તેમણે કહ્યું કે, મહિલાઓ આર્ત્મનિભર અને સ્વાવલંબી બને તે માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ચેરપર્સનશ્રીએ કહ્યું કે, મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે ત્યારે આપણે પણ બાળકોના ઉછેર સમયે દિકરા- દિકરીનો ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરી દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવીએ.

તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરી દિકરીઓને ભણાવવા ઝુંબેશ શરૂ કરી હતી. જેને ખુબ સારી સફળતા મળતા આજે દિકરીઓએ ઘણાં બધા ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે. દિકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સરળતા રહે તે માટે શિષ્?યવૃત્તિ અને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્?નીલ ખરેએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, નારીઓમાં અપાર શક્તિઓ પડેલી હોય છે તેમને સમાન અવસર અને તકો આપવામાં આવે તો ખુબ આગળ વધી પરિવાર, સમાજ અને રાષ્?ટ્રનું નામ રોશન કરે છે. તેમણે કહ્યું કે, દિકરીઓને સમાન અવસર પુરો પાડવા રાજ્ય સરકારે વ્હાલી દિકરી યોજના અમલી બનાવી છે.

મહિલા ઉત્કર્ષ યોજનામાં આજે બનાસકાંઠા જિલ્લાના ૧૮૫ સ્વસહાય જૂથના લાભાર્થી બહેનોને રૂ. ૧.૮૫ કરોડની લોન સહાય આપવામાં આવી છે. અહીંથી મળેલ સહાયનો સદઉપયોગ કરી જીવનમાં આગળ વધવા તેમણે મહિલાઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રી હેતલબેન રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, અગ્રણીઓ સર્વશ્રી કુમુદબેન જાેષી, ગજેન્દ્રભાઇ સક્સેના, માધાભાઇ પટેલ, કોકીલાબેન પંચાલ, જાગૃતિબેન મહેતા, જાગૃતિબેન મોઢ, હર્ષાબેન મહેશ્વરી, લીડ બેંકના મેનેજરશ્રી પી.એસ.મીણા, બરોડા બેંકના શ્રી જાખડ અને જીગ્નેશ શાહ, જિલ્લા રજીસ્ટ્રારશ્રી ખરાડી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.