Western Times News

Gujarati News

નિકાસમાં ભારે વધારાથી ભાલિયા ઘઉં મોંઘા થશે

અમદાવાદ: ગુજરાતમાંથી ભૌગોલિક સૂચકાંકોના પ્રમાણિત ભાલિયા ઘઉંની નિકાસ શરૂ થઈ ગઈ છે. ઘઉંની નિકાસમાં મોટો વધારો થવાને કારણે ભૌગોલિક સંકેત દ્વારા પ્રમાણિત ભાલિયા પ્રકારના ઘઉંની પ્રથમ નિકાસ આજે ગુજરાતમાંથી કેન્યા અને શ્રીલંકામાં કરવામાં આવી હતી. જીઆઈ સર્ટિફાઇડ ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે અને તે સ્વાદમાં મીઠા છે. મોટાભાગે ગુજરાતના ભાલ ક્ષેત્રમાં આ પાક ઉગાડવામાં આવે છે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર, ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે. ઘઉંની વિવિધતાની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે

વરસાદ વિનાની સ્થિતિમાં સિંચાઈ વિના ઉગાડવામાં આવે છે અને ગુજરાતમાં લગભગ બે લાખ હેક્ટર ખેતીલાયક જમીનમાં વાવેતર કરવામાં આવે છે. ભાલિયા પ્રકારના ઘઉંએ જુલાઇ, ૨૦૧૧માં જીઆઈ પ્રમાણપત્ર મેળવ્યું હતું. જીઆઈ પ્રમાણપત્રની નોંધણી કરાયેલ માલિક ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી છે. આ પહેલથી ભારતમાંથી ઘઉંની નિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે. ૨૦૨૦-૨૧માં, ભારતમાંથી ઘઉંની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જાેવા મળી હતી. જે અગાઉના નાણાંકીય વર્ષમાં ૪૪૪ કરોડ રૂપિયા હતી. યુએસ ડોલરની દ્રષ્ટિએ, ઘઉંની નિકાસ ૨૦૨૦-૨૧માં ૭૭૮% વધીને ઇં ૫૪૯ મિલિયન થઈ છે.

૨૦૨૦-૨૧ દરમિયાન ભારતે સાત નવા દેશો યમન, ઇન્ડોનેશિયા, ભૂટાન, ફિલિપાઇન્સ, ઈરાન, કંબોડિયા અને મ્યાનમારમાં નોંધપાત્ર પ્રમાણમાં અનાજની નિકાસ કરી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કમિટીના ચેરમેન હિરેન ગાંધીના જણાવ્યા પ્રમાણે મલ્ટીનેશનલ કંપની ભારતમાંથી ઘઉંની આયાત કરતી હોવાથી આગામી સમયમાં ભાલીયા ઘઉંના ભાવ વધશે.

એક અંદાજ પ્રમાણે ૫૦થી ૭૦-૮૦ રૂપિયા સુધી આ ભાવ વધારો થવાની શક્યતા વર્તાઈ રહી છે. ગત નાણાકીય વર્ષોમાં, આ દેશોમાં માત્ર થોડી માત્રામાં ઘઉંની નિકાસ કરવામાં આવતી હતી. ૨૦૧૮-૧૯માં આ સાત દેશોમાં ઘઉંની નિકાસ થઈ ન હતી. ૨૦૧૯-૨૦માં માત્ર ૪ મેટ્રિક ટન અનાજની નિકાસ કરવામાં આવી હતી. ૨૦૨૦-૨૧માં આ દેશોમાં ઘઉંની નિકાસનું પ્રમાણ વધીને ૧.૪૮ લાખ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.