Western Times News

Gujarati News

IIT મદ્રાસ દ્વારા NEP  મોડેલ અપનાવીને બનેલ તેના ઓનલાઇન ડેટા સાયન્સ પ્રોગ્રામ માટે અરજીઓ મંગાવાઈ.

પ્રથમ બેચમાં 70 થી વધુ સીઇઓ, સ્થાપકો, ડિરેક્ટરો અને કંપનીઓના વાઇસ પ્રેસિડેન્ટ્સ, ઇસરો અને સીએસઆઇઆર સ્ટાફ ઉપરાંત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના અધિકારીઓ હાજર હતા.

વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ ઉકેલવા માટે ડેટા સાયન્સને હવે ઘણી બધી શાખાઓમાં લાગુ કરવામાં આવી રહી હોવાથી, આ પ્રોગ્રામ એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, આઇટી, લો, માર્કેટિંગ, ટીચિંગ અને ટ્રેનિંગ જેવા વિવિધ ક્ષેત્રના લોકોને આકર્ષિત કરે છે.

ચેન્નાઈ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ ઓનલાઈન ડેટા સાયન્સ પ્રોગ્રામના આગામી બેચ માટે અરજીઓ મંગાવી રહી છે, જે 2020 માં શરૂ કરવામાં આવેલી આ પ્રકારની પ્રથમ પહેલ છે.

એક ક્રાંતિકારી ખ્યાલ, આ કાર્યક્રમનો ઉદ્દેશ કોઈ પણ વ્યક્તિને કે જેણે બારમું ધોરણ પાસ કર્યું હોય અને દસમા ધોરણમાં અંગ્રેજી અને ગણિત વિષયનો અભ્યાસ કર્યો હોય, તેમના ભૌગોલિક સ્થાન, શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને વ્યવસાયને ધ્યાનમાં લીધા વગર ડેટા સાયન્ટિસ્ટ બનાવવાનો છે. આગામી ક્વોલિફાયર બેચના વર્ગો સપ્ટેમ્બર 2021 માં શરૂ થશે.

આ કાર્યક્રમની સફળતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેણે ફાઉન્ડેશન લેવલ માટે 27 જેટલા રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ કે જેમાં વિદ્યાર્થીઓ, બેન્કર્સ, એન્જિનિયરો, સંશોધકો, મેનેજરો, શિક્ષકો અને સીઇઓ સહિત અન્ય સહભાગીઓને આકર્ષિત કર્યા હતા.

આ કાર્યક્રમ જોઇન્ટ એન્ટરન્સ એક્ઝામિનેશન (JEE) માં ગયા વગર IIT મદ્રાસમાંથી અભ્યાસ કરવાની એક અનોખી તક પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ તેમના ઓન-કેમ્પસ અભ્યાસક્રમો સાથે પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સમાં ડિપ્લોમા કરી શકે છે. આ ડેટા સાયન્સ પ્રોગ્રામની આગામી બેચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2021 છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ વેબસાઇટ – https://onlinedegree.iitm.ac.in દ્વારા અરજી કરી શકે છે.

આ કાર્યક્રમના અનન્ય પાસાઓ પર પ્રકાશ પાડતા, IIT મદ્રાસના ડેટા સાયન્સ પ્રોગ્રામના ઇન્ચાર્જ પ્રોફેસર પ્રો.એન્ડ્રુ થંગરાજે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ IIT મદ્રાસના આ ડિપ્લોમા દ્વારા પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સમાં કારકિર્દી બનાવી શકે છે.પ્રથમ બેચ ઓગસ્ટ 2021 માં ફાઉન્ડેશન લેવલ પૂર્ણ કરી રહી છે અને તેમના કોન્વોકેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વધુમાં, પ્રો. એન્ડ્રુ થંગરાજે કહ્યું, “આ કાર્યક્રમ સાથે, IIT મદ્રાસ, પ્રક્રિયાની કઠોરતા સાથે સમાધાન કર્યા વિના, ખૂબ મોટી સંખ્યામાં શીખનારાઓને ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણની તક પૂરી પાડે છે. ઓનલાઇન વર્ગો અને વ્યક્તિગત રૂપે ઇન્વિજીલેટેડ પરીક્ષાઓનું સંયોજન આ પરિપૂર્ણ કરે છે. દરેક તબક્કે, વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાંથી બહાર નીકળવાની અને IIT મદ્રાસ તરફથી સર્ટિફિકેટ, ડિપ્લોમા અથવા ડિગ્રી મેળવવાની સ્વતંત્રતા હશે.”

IIT મદ્રાસ પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સમાં ડિપ્લોમા ઓફર કરે છે, જેમાં વ્યક્તિગત મૂલ્યાંકન સાથે ઓનલાઈન કોર્સ ડિલિવરીનું સંયોજન શીખવાનું એક અનોખું મોડેલ છે જે તેને વિશ્વમાં આ  પ્રકારનું પ્રથમ મોડેલ બનાવે છે. આઇઆઇટી મદ્રાસ નબળા વર્ગના વિદ્યાર્થીઓને સહાયતા કરવા માટે કોર્સ ફીના 75% સુધી શિષ્યવૃત્તિ પૂરી પાડે છે.

વધુમાં, આઇઆઇટી મદ્રાસના ડેટા સાયન્સ પ્રોગ્રામના ઇન્ચાર્જ પ્રોફેસર ડો.વિગ્નેશ મુથુવિજયને જણાવ્યું હતું કે, “વાસ્તવિક વિશ્ર્વની ઘણી સમસ્યાઓ ઉકેલવા માટે ડેટા સાયન્સ એક અસરકારક સાધન બની રહ્યું છે અને જાણકાર વ્યવસાયિક નિર્ણયો લેવા માટે ઉદ્યોગોમાં  તેને વધુને વધુ અપનાવવામાં આવી રહ્યું છે. પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સમાં સ્પેસલાઇઝેશન પસંદ કરવામાં આવ્યુ હતું કારણ કે વ્યવહારુ શિક્ષણનો સમાવેશ કરીને કોન્સેપ્ટને સંપૂર્ણપણે ઓનલાઈન ભણાવી શકાય છે.”

ક્વોલિફાયર પ્રક્રિયાને પાર કર્યા બાદ કુલ 7,116 વિદ્યાર્થીઓ ફાઉન્ડેશન લેવલની પ્રથમ બેચમાં જોડાયા હતા. નિયમિત પ્રવેશ દ્વારા વિદ્યાર્થીઓ ફાઉન્ડેશન લેવલ પૂર્ણ કર્યા પછી ડિપ્લોમા સ્તરમાં જોડાઈ શકે છે. ડિપ્લોમા સ્તરે, વિદ્યાર્થીઓ પ્રોગ્રામિંગમાં ડિપ્લોમા અથવા ડેટા સાયન્સમાં ડિપ્લોમા અથવા બંને કરી શકે છે.

આ ડેટા સાયન્સ પ્રોગ્રામ લેવા અંગે પોતાનો અભિપ્રાય આપતા ઉત્તર પ્રદેશના કાનપુરના વિદ્યાર્થી શ્રી અમન તિવારીએ કહ્યું, “આ મહાન પ્રોગ્રામ સાથે આવવા માટે IIT મદ્રાસનો આભાર. આ માત્ર એક સામાન્ય પ્રોગ્રામ નથી, પરંતુ મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે.

અમને ભારતના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રોફેસરો પાસેથી શ્રેષ્ઠ શીખવાની તક મળી રહી છે. આ પ્રોગ્રામનું માળખું અને દરેક પ્રવૃત્તિનું સંગઠન ખૂબ જ સરળ છે. સ્ટુડન્ટ હાઉસ, ક્લબ વગેરે જેવી ઘણી વસ્તુઓ છે જે આ પ્રોગ્રામને રોમાંચક અને અનન્ય બનાવે છે.”

ફાઉન્ડેશન લેવલમાં ભણતા અને બહુરાષ્ટ્રીય બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી ધીરજ કુમારે કહ્યું, “આ એક શ્રેષ્ઠ પ્રોગ્રામ છે જે મને ઓનલાઇન મળી શકે છે. પ્રોગ્રામનું માળખું ઉદ્યોગ અનુસાર ખૂબ જ સુસંગત છે અને કન્ટેન્ટની ગુણવત્તા IIT ઓન-કેમ્પસ પ્રોગ્રામ જેટલી સારી છે. કન્ટેન્ટની ગુણવત્તાને જોતા આ ઉપલબ્ધ સસ્તો પ્રોગ્રામ પણ છે. ”

અરજી પ્રક્રિયાના ભાગરૂપે, તમામ અરજદારો ક્વોલિફાયર પ્રક્રિયામાંથી પસાર થશે, જેમાં IIT મદ્રાસ વિડીયો લેકચર, અસાઇનમેન્ટ અને અભ્યાસક્રમના પ્રશિક્ષકો સાથે જીવંત ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા ચાર સપ્તાહની ઓનલાઇન તાલીમ પૂરી પાડે છે. ઓનલાઈન અસાઇનમેન્ટ પૂર્ણ થયા બાદ, વિદ્યાર્થીઓ ક્વોલિફાયર પરીક્ષા આપવા માટે પાત્ર છે. ક્વોલિફાયર પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન લેવલમાં પ્રવેશ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.