Western Times News

Gujarati News

કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વેડિંગ લોનમાં 11 ટકા વધારો

પ્રતિકાત્મક

હાઉસહોલ્ડ લોનમાં ઘટાડો, જ્યારે વેપારધંધા માટેની લોનમાં વધારો નોંધાયો

નવી દિલ્હી,  અગ્રણી ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સએ ભારતના યુવાનો (20થી 35નું વયજૂથ) પર તાજેતરમાં કરેલા સર્વે પરથી એવું તારણ આવ્યું છે કે મહામારીની બીજી લહેર દરમિયાન સૌથી વધુ લોન લગ્ન માટે લેવામાં આવી હતી, જેનું પ્રમાણ 33 ટકા હતું. Wedding loans witnessed a 11% increase during the second wave of Covid-19: IndiaLends’ Youth report

પ્રથમ લહેરમાં વેડિંગ લોનનું પ્રમાણ 22 ટકા હતું, આમ 11 ટકાનો વધારો થયો હતો. આ જ રીતે, બીજી લહેરમાં બિઝનેસ લોનનું પ્રમાણ પણ 16 ટકાથી વધીને 23 ટકા થયું હતું. રસપ્રદ વાત એ છે કે આ સમયગાળામાં ઘરના હેતુસર લેવામાં આવેલી લોનનું પ્રમાણ 40 ટકાથી ઘટીને 24 ટકા થયું હતું.

ઇન્ટરનેશનલ યુથ ડે પ્રસંગે ઇન્ડિયાલેન્ડ્સે યુવા ભારતીયોમાં લોન ટ્રેન્ડ અંગે અભ્યાસ હાથ ધર્યો હતો. મુંબઇ, નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઇ, કોલકતા, જયપુર, અમદાવાદ અને પૂણે જેવા નવ મોટાં શહેરોમાં ઓગસ્ટ 2020થી માર્ચ 2021 અને એપ્રિલ 2021થી જુલાઇ 2021ના સમયગાળામાં પગારદાર અને સ્વરોજગાર કરતા યુવા ભારતીયોમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વેડિંગ લોન, બિઝનેસ, એજ્યુકેશન, ટ્રાવેલ, હાઉસહોલ્ડ, મેડિકલ, ટુ-વ્હિલર અને ડેટ કોન્સોલિડેશન એમ 9 મુખ્ય કેટેગરીમાં લોનની જરૂરિયાત અંગે 11,000 ઉત્તરદાતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

વેડિંગ લોન માટેની અરજીમાં ઉછાળો આવવા પાછળનું કારણ એ છે કે મહામારીને કારણે લગ્ન આયોજનમાં એક વર્ષનો વિલંબ થયો હતો. નોકરીમાં અસલામતીને જોતાં કોવિડની બીજી લહેરમાં યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા તરફનો ઝૂકાવ વધ્યો અને તેને પરિણામે નાનો બિઝનેસ શરૂ કરવા માટેની લોનની માગ વધી. આનંદની વાત એ છે કે લગ્ન અને વેપારધંધા માટેની અરજીમાં 10 ટકા અરજીઓ મહિલાઓની હતી.

ઇન્ડિયાલેન્ડ્સના સ્થાપક અને સીઇઓ ગૌરવ ચોપરાએ જણાવ્યું હતું કે, “મહામારીના 17 મહિના દરમિયાન લોન અંગે યુવાનોની વર્તણુંક અને અભિગમમાં સતત ફેરફાર નોંધાયો છે. ભારતના યુવાનો બદલાતા સંજોગોની સાથે અનુકુલન સાધી રહ્યા છે.

તેઓ હવે પોતાની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા સુસજ્જ છે અને ધીમેધીમે નાણાંકીય શિસ્ત અપનાવી રહ્યા છે. તેમની અનુકુલન સાધવાની તૈયારીને કારણે તેઓ અગાઉની પેઢી કરતાં આગળ જઈ રહ્યા છે. ઇન્ડિયાલીડ્સમાં અમે અમારી વર્તમાન પ્રોડક્ટ્સને નવા બદલાતા જતા વિશ્વ પ્રમાણે નવો આકાર આપીને, યુવાનોની જરૂરિયાત પૂરી કરીને ગતિશીલ અને બદલાતી જતી વ્યવસ્થામાં અગ્રેસર રહેવા માગીએ છીએ અને એ રીતે સમુદાય માટે નાણાંકીય સર્વસમાવેશીતાને વેગ આપીએ છીએ.”

બીજી લહેરમાં ઘરખર્ચ માટેની લોન અરજીમાં ઘટાડો નોંધાયો હતો, જે નિર્દેશ આપે છે કે યુવાનો હવે પોતાની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા તૈયાર છે.

લગ્ન માટેની લોનની સરેરાશ રકમ રૂ. 4.13 લાખ હતી, એ પછી મેડિકલ ખર્ચ માટે રૂ.4 લાખ, ઘરવખરી માટે રૂ. 3.43 લાખ અને બિઝનેસ માટે રૂ. 2.62 લાખ સરેરાશ લોન રકમ હતી. ઇન્ડિયાલેન્ડ્સને મહામારીની પ્રથમ અને બીજી લહેર દરમિયાન ટિયર ટુ શહેરોમાંથી 56 ટકા લોન અરજી મળી હતી.

આ ઉપરાંત, શિક્ષણ, કાર અને ટુ-વ્હિલર લોન તથા ટ્રાવેલ લોનનું પ્રમાણ મહામારીની બંને લહેરમાં સમાન રહ્યું હતું. બીજી લહેરમાં આરોગ્ય પર ગંભીર અસર પડતાં મેડિકલ લોન માટેની અરજીમાં થોડો વધારો નોંધાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.