Western Times News

Gujarati News

ATMની અંદર રોકડ નહીં હોય તો હવે RBI પેનલ્ટી લગાડશે

Files photo

મુંબઈ: તમારી સાથે પણ આવું અનેક વખત બન્યું હશે કે તમે કોઈ બેંકના એટીએમ ખાતે પૈસા ઉપાડવા ગયા હોય અને ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડે. પરંતુ પ્રથમ ઑક્ટોબરથી આવું નહીં થાય! એટલે કે પહેલી ઓક્ટોબરથી હવે તમે એટીએમ ખાતેથી ખાલી હાથે પરત નહીં ફરો. હકીકતમાં આરબીઆઈએ ર્નિણય કર્યો છે કે જાે કોઈ બેંકના એટીએમમાં રોકડ નહીં હોય તો તે બેંકને પેનલ્ટી લગાડશે. આ નિયમ પ્રમાણે એક મહિનાની અંદર ૧૦ કલાકથી વધારે સમય સુધી જાે એટીએમમાં રોકડ નહીં હોય તો આરીબીઆઈ જે તે બેંકને પેનલ્ટી લગાડશે.

ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરતા કહ્યુ છે કે, એટીએમમાં કેસ ન હોવા પર પેનલ્ટી લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેનાથી એટીએમમાં જરૂરી રકમ રહે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ પાસે અધિકાર છે કે તે બેંકોનો સૂચના આપી શકે. આરબીઆઈએ કહ્યું છે કે, એક સમીક્ષા દરમિયાન માલુમ પડ્યું છે કે એટીએમમાં રોકડ ન હોવાથી એટીએમનું કામ પ્રભાવિત થાય છે.

આ કારણે લોકોએ પરેશાની ભોગવવી પડી રહી છે. આથી એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે બેંકોએ હવે આ વાતનું ધ્યાન રાખવું પડશે. આરબીઆઈએ એવું પણ કહ્યું કે, કોઈ બેંક આ નિયમનું પાલન નહીં કરે તે તેના પર પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. આ નિયમ પહેલી ઓક્ટોબર, ૨૦૨૧થી લાગૂ થશે. આરબીઆઈએ કહ્યુ કે, જાે કોઈ બેંકના એટીએમની અંદર મહિનામાં ૧૦ કલાકથી વધારે સમય સુધી રોકડ નહીં હોય તો તે એટીએમ પર ૧૦ હજાર રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે. જાે કોઈ વ્હાઇટ લેબલ એટીએમ હશે તો તેની બેંક પર પેનલ્ટી લાગશે.

વ્હાઇટ લેબલ એટીએમનો મતલબ છે કે તે એટીએમનું સંચાલન બેંક નહીં પણ બીજું કોઈ કરી રહ્યું છે. પહેલી ઓગસ્ટથી દેશની ખાનગી બેંક આઈસીઆઈસીઆઈએ એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમમમાં ફેરફાર કર્યો છે. જે પ્રમાણે દેશના છ મેટ્રોમાં સામાન્ય બચત ખાતું ધરાવતા ગ્રાહકોને ત્રણ ટ્રાન્ઝેક્શન (ફાયનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ સહિત) ફ્રી મળશે. મેટ્રો સિવાયના શહેરોમાં પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે. નિયમ મર્યાદા કરતા વધુના વ્યવહાર માટે પ્રત્યેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૨૦ ચાર્જ લાગશે, જ્યારે નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૮ ચાર્જ વસૂલ કરાશે. ૧ ઓગસ્ટથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થયો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ એટીએમ ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં વધારો કર્યો છે. આરબીઆઈએ ઈન્ટરચેન્જ ફીસ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. ૧૫થી વધારીને રૂ. ૧૭ કરી દીધો છે. નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. ૫થી વધારીને રૂ. ૬ કરી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.