Western Times News

Gujarati News

તહેવાર ટાંણે ફરાળી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ર૦ થી ૩૦ ટકાનો વધારો

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પેટ્રોલ-ડીઝલ્ના વધતા જતાં ભાવ અને ત્યારપછી ખાદ્યતેલ સિંગતેલ-કપાસિયામાં થયેલા ભાવ વધારાએ મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખી છેે. એંમા વળી, વરસાદ ખેચાતા રોજબરોજના ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

ઓગષ્ટ મહિનામાં શ્રાવણ મહિનાની સાથે અનેક તહેવારો આવે છે. ત્યારે જ ફરાળી ચીજવસ્તુઓના ભાવમાં ર૦ થી ૩૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. પરિણામે સામાન્ય નાગરીક ફીકરમાં મુકાયો છે. વરસાદ નહીં આવે, સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવશે તો શું થશે??

તેની કલ્પના માત્રથી લોકો-વેપારીઓ ધૃજી રહ્યા છે. કોરોનાના કાળમાં સંકડો લોકોએ આર્થિક સંકડામણનો સામનો કર્યો છે. હવે મોંઘવારી વધી રહી છે અને વરસાદનું નામોનિશાન અત્યારના તબક્કે જણાતુ નથી.

પરિસ્થિતિ એ આવી છે કે સામાન્ય નાગરીકો ઘરખર્ચના બે છેડા એક કરવા મુશ્કેલ થઈ રહયા છે. શ્રાવણ મહિનામાં ફરાળી ચીજવસ્તુ ઓના ભાવ વધ્યા છે. બફવડા, વેફર્સ, ફરાળી ચેવડો, ફરાળી પાત્રા, ફરાળી ઢોકળા સહિતની ચીજવસ્તુ ઓના ભાવ વધ્યા છે. વેપારીઓનું કહેવુ છે કે સિંગતેલ કપાસિયા તેલ બંન્નેના ભાવમાં વધારો થયો છે.

પરિણામે ફરાળી આઈટમોના ભાવમાં એકંદરે ર૦ થી ૩૦ ટકાનો વધારો થયો છે. જાે કે જેવી ક્વોલિટીની વસ્તુ એવા ભાવ વધ્યા છે.વેપારીઓનુ કહેવુ છે કે સિંગતેલ-કપાસિયા બંન્નેના ભાવમાં વધારો થયો છે. પરિણામે ફરાળી આઈટમના ભાવમાં એકંદરે ર૦ થી ૩૦ ટકાનો વધારો થયો છે.

જાે કે જેવી ક્વોલિટીની વસ્તુઓ એવા ભાવ વધ્યા છે. સારી ગુણવત્તાવાળી ફરાળી ખાદ્યચીજવસ્તુ મળતી હોય તેવા સ્ટોર પર ભાવ અલગ હોઈ શકે છે. પણ એવરેજ ર૦ થી ૩૦ ટકાની આસપાસ ભાવવધારો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.