Western Times News

Gujarati News

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પાંચ પોલિટેકનીક અભ્યાનસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પ્રમાણપત્રો એનાયત કરાયા

જ્ઞાન એ શકિત હોઇ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વધુ વિસ્તાર કરવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી

(માહિતી)આણંદ જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રચભાઇ મોદી ખેડૂતોને આવક બમણી કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. હાલના સમયમાં કૃષિ ક્ષેત્રથી ખોરાકની માંગ પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક તકનિક અને પધ્ધેતિસરના પ્રયાસો અનુસરીને ઉત્પા્‌દન વધારી શકાય તેમ છે તેમ જણાવી જ્ઞાન એ શકિત હોઇ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વધુ વિસ્તાીર કરવાનો અનુરોધ કર્યો હતો.

આજે આણંદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ. ઓડિટોરિયમ ખાતે યુનિવર્સિટી સંલગ્ન પાંચ કોલેજાેના પોલિટેકનીક અભ્યાુસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પ્રમાણપત્રો એનાયત કરતાં કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસસની સાથોસાથ કૌશલ્ય , કોઠાસૂઝની સાથે વર્તમાન અને ભાવિ પડકારોને નોકરી-વ્યભવસાય ક્ષેત્રે અથાગ પ્રયાસો કરતાં રહીને કૃષિ ક્ષેત્રેને તેનો મહત્તમ લાભ મળે તે જાેવા કહ્યું હતું.

શ્રી દક્ષિણીએ કેન્દ્ર -રાજય સરકારની ખેડૂતોના હિતાર્થે અમલમાં મૂકવામાં આવેલ કિસાન સન્મા ન નિધિ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, રાષ્ટ્રી ય કૃષિ બજાર(ઇ-નેમ), નીમ કોટેટ યુરિયા, પ્રધાનમંત્રી કિસાન પેન્શીન યોજના જેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી ઇનોવેટીવ પ્રવૃત્તિઓના ફળો આજે ખેડૂતોને મળી રહ્યા હોવાનું જણાવ્યુંિ હતું.

કલેકટરશ્રીએ આજના ડિઝિટલ યુગમાં પુસ્ત?કોની સાથે ઇ-પુસ્ત કો અને ખેડૂતલક્ષી વિવિધ લેખોને ડિઝિટલ સ્વએરૂપે મૂકવા સૂચન કર્યું હતું. કલેકટરશ્રીએ આજે સુવર્ણચંદ્રક પદક અને પ્રમાણપત્રો મેળવનાર વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્ર આગળ વધતા રહે અને તેઓ પોતાની ઉજ્જવળ કારકીર્દિ તરફ આગળ વધે તેવી શુભેચ્છાીઓ પાઠવી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાએ પોલિટેકનીક અભ્યાવસક્રમોની રૂપરેખા આપતાં કહ્યું હતું કે, પહેલાં પોલિટેકનીકમાં બે વર્ષ હતા અને હવે ત્રણ વર્ષ કરવામાં આવ્યાન છે. તેમણે વધુમાં દેશમાં કૃષિ શિક્ષણને લગતા પોલિટેકનીકના કોર્ષ રાજયની ચારેય યુનિવર્સિટીની ૨૪ કોલેજાેમાં માત્ર ગુજરાતમાં જ ચાલતા હોવાનું જણાવ્યું હતું.

ડૉ. કથીરીયાએ વિદ્યાર્થીઓને તેઓના અભ્યાુસકાળ દરમિયાન પુસ્તજકના જ્ઞાનની સાથે પ્રેકટીકલ જ્ઞાન મળી રહે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓને કૃષિલક્ષી સાચું જ્ઞાન મેળવવાની રહેવાની સાથે વિદ્યાર્થીઓને માત્ર યુનિવર્સિટીના કેમ્પરસમાં જ નહીં પણ યુનિવર્સિટીની બહાર લઇ જઇ પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોમાં લઇ જવામાં આવે છે

જેથી વિદ્યાર્થીઓ વધુ પરિપકવ થઇ કૃષિ ક્ષેત્રે તેઓનું મહત્તમ યોગદાન આપી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે ભૂતપૂર્વ કુલપતિશ્રી શેખ, ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, પાંચેય પોલિટેકનીક કોલેજના આચાર્યશ્રીઓ, ડીનશ્રીઓ, પ્રાધ્યાૂપક ગણ, વૈજ્ઞાનિક ગણ, જુદી જુદી કમિટિઓના કન્વી.નરશ્રીઓ, યુનિવર્સિટીના વિસ્તકરણ અધિકારીશ્રી અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.