Western Times News

Gujarati News

ઓછા વજન સાથે જન્મેલા જાેડિયા બાળકોને નવજીવન મળ્યું

પ્રતિકાત્મક

હરિયાણાના દંપતીને આઈવીએફથી બાળકો થયા-૬ મહિને જન્મેલા બાળકોનું વજન ૮૦૦-૯૦૦ ગ્રામ હતું, સારવાર બાદ બે કિગ્રા વજન સાથે સ્વસ્થ થઈ ગયા

આણંદ, દુનિયામાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે જેને સામાન્ય માણસ માટે ચમત્કાર સિવાય કોઈ શબ્દ નથી રહેતો. મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો પણ આવી ઘટના સામે આશ્ચર્યચકિત થતાં હોય છે. તો આ જ સમયે ડોકટર્સની તજજ્ઞતા અને હોંશિયારીની વાસ્તવિક પરીક્ષા અહીં થાય છે. Twin babies born with low birth weight were revived at Anand hospital in gujarat

બીજી તરફ દર્દીની ડોકટર ઉપર ધીરજ અને સારવાર અંગે શ્રદ્ધઆની પણ કસોટી થતી હોય છે. ત્યારે આણંદની આ ઘટના પણ આવી જ કંઈક છે. જેણે મેડિકલ જગતમાં ફરી એકવાર ચમત્કાર કરીને સાબિત કરી આપ્યું છે કે જીવન અને મરણ માણસના હાથમાં નહીં પણ કોઈ અપરા શક્તિના હાથમાં છે.

હરિયાણાના દંપત્તિએ જુવાનજાેધ દીકરો અકસ્માતમાં ગુમાવતા ભાંગી પડ્યા હતા. આધેડ ઉંમરે સંતાનસુખની ઈચ્છા થઈ અને આણંદની એક હોસ્પિટલમાં આઈવીએફ કરાવ્યું હતું. સગર્ભા કોવિડ સંક્રમિત થયા અને પ્રિ પ્રેગનન્સી થઈ વળી જાેડિયા બાળક પણ એન્ટીબોડી સાથે ૮૦૦ અને ૯૦૦ ગ્રામ વજન ધરાવતાં ખૂબ નબળી પરિસ્થિતિમાં જન્મ્યા હોવાથી ડોકટર અને યમરાજ વચ્ચે બાળકોના જીવનને લઈ સંઘર્ષ થયો અને અંતે બાળકોને નવજીવન મળ્યું.

આ સાથે હોસ્પિટલમાં ૮૭ દિવસના સંઘર્ષનું સંભારણું લઈ બન્ને બાળકોએ માતા પિતા સાથે વિદાય લીધી. કોઈ ફિલ્મી સ્ટોરી જેવી લાગે તેવી આ ઘટનામાં હરિયાણાના સિરસા જિલ્લાના વતની અમરપાલસિંહ અને અમનદીપકૌરનો ૨૨ વર્ષીય પુત્ર ૨૦૧૭માં અકસ્માતમાં મૃત્યુ પામ્યો

જેના કારણે નિઃસંતાન થયેલા દંપતીને થોડા સમય પછી પોતોના વંશવેલો હોય તેવી ઈચ્છા જાગી. આ માટે તેઓ દિલ્હી- બેંગલુરુ સહિત દેશના અનેક સ્થળે ગયા. ૫૨ વર્ષના અમરપાલસિંહે જણાવ્યું કે ‘તેવામાં એક સંબંધીની મદદથી આણંદની હોસ્પિટલમાં અનેક આશાઓ લઈને આવ્યા.

વર્ષ ૨૦૧૮માં સૌપ્રથમ આઈવીએફ કરાવતાં પત્નીએ પુત્રીને જન્મ આપ્યો. ત્યારબાદ ગત વર્ષે ૨૦૨૦માં નવેમ્બરમાં ફરીથી આઈવીએફ કરાવતાં પ્રથમ પ્રયાસમાં જ પોઝિટિવ પરિણામ મળ્યું હતું. એમાંય ટિ્‌વન્સ હોવાનું જાણવા મળતાં અમારી ખુશીનો પાર નહોતો.

આ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનું જાેખમ ન લેતાં કોવિડ ૧૯ કેસને ધ્યાનમાં રાખીને અમે આણંદમાં જ રોકાઈ જવાનું પસંદ કર્યું હતું. તેવામાં ગત એપ્રિલ મહિનામાં સગર્ભા અમનદીપને કોરોના થતાં ગર્ભાવસ્થામાં સીટી સ્કેન કે હેવી એન્ટીબાયોટિક આપી શકાય તેમ ન હોવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.