Western Times News

Gujarati News

HCCB એ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને એન્ટીબોડી સ્ક્રીનિંગ મશીન પૂરાં પાડ્યાં

એચસીસીબીએ કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેર સામે શહેરની લડાઈને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ જીવનદાયી ઉપકરણો પૂરાં પાડ્યાં

• એચસીસીબીએ સાણંદ અને ખેડા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પીપીઈ કિટ્સ, ઓક્ઝિમીટર્સ માસ્ક્સ, હેન્ડ ગ્લવ્ઝ અને સેનિટાઈઝર્સ પણ વિતરણ કર્યાં.

અમદાવાદ, શહેરને કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેર સામે તૈયાર રાખવા મદદરૂપ થવાના પ્રયાસના ભાગરૂપ ભારતની ટોચની એફએમસીજી કંપનીમાંથી એક હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસ (એચસીસીબી) દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (આઈસીઆરએસ)ની અમદાવાદ શાખાને એન્ટીબોડી સ્ક્રીનિંગ મશીન હાલમાં પૂરાં પાડવામાં આવ્યાં.

સ્ક્રીનિંગ મશીનથી ડોક્ટરો અને નર્સો એન્ટીબોડીઝ માટે પરીક્ષણ કરી શકશે અને કોવિડ-19ના દર્દીઓ માટે પ્લાઝમા દાન કરવા હોસ્પિટલો સાથે સમન્વય સાધી શકશે. આ સાથે રસીના બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓમાં એન્ટીબોડી લેવલનું આકલન પણ કરી શકાશે. ખાસ કરીને મશીન નિયમિત ટ્રાન્સફ્યુઝનની આવશ્યકતા ધરાવતી થેલેસેમિયા જેવી ગંભીર તબીબી સ્થિતિઓ સાથેના દર્દીઓ માટે તે હાથવગું બની રહેશે.

ઉપરાંત એચસીસીબીએ આજ સુધી ગુજરાત રાજ્યમાં 12 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ દાન કર્યું છે, જેમાંથી 7 ખેડા તાલુકામાં અને 5 સાણંદ તાલુકામાં કર્યાં છે. કંપનીએ પીપીઈ કિટ્સ, ઓક્ઝિમીટર્સ, માસ્ક્સ, હેન્ડ ગ્લવ્ઝ અને સેનિટાઈઝર્સ પણ સાણંદ અને ખેડા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિતરણ કર્યાં છે. કંપની દેશભરમાં 8 ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.

એન્ટીબોડી સ્ક્રીનિંગ મશીનનું મહત્ત્વ એ છે કે કોવિડ જેવી કટોકટીના સમયમાં તેની અવગણના નહીં કરી શકાય. એચસીસીબીએ રાષ્ટ્ર મહામારીની શક્ય ત્રીજી લહેર માટે તૈયારી કરી રહ્યું છે તેવા મહત્ત્વના સમયે મશીન દાન કર્યાં છે, એમ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (આઈઆરસીએસ)ના જનરલ સેક્રેટરી ડો. વિશ્વાસ અમીને જણાવ્યું હતું.

કોવિડની શક્ય ત્રીજી લહેર ટાળવા માટે પૂર્વસક્રિય રીતે કામ કરવાની જરૂરને આલેખિત કરતાં એચસીસીબીના ચીફ પબ્લિક અફેર્સ અને કોમ્યુનિકેશન ઓફિસર કમલેશ શર્માએ જણાવ્યું હતું કે જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે અમને મહામારી સામે રાષ્ટ્રની લડાઈમાં યોગદાન આપવું તે અમારી ફરજ છે. અમને આશા છે કે અમે આઈઆરસીએસને દાન કરેલાં એન્ટીબોડી સ્ક્રીનિંગ મશીન આપણા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોનો અમૂલ્ય માનવી જીવન બચાવવાના પ્રયાસમાં આત્મવિશ્વાસ વધારશે.

એચસીસીબીએ તેના રાષ્ટ્રવ્યાપી કોવિડ રાહત પ્રયાસોના ભાગરૂપે દેશભરની અનેક હોસ્પિટલોમાં વેન્ટિલેટરો, આઈસીયુ બેડ્સ, આઈસીયુ ઈક્વિપમેન્ટ, બાઈપેપ મશીન્સ અને સેંકડો અન્ય તબીબી કટોકટીની એમેનિટીઝનું પણ દાન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.