Western Times News

Gujarati News

ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓ ખેલાડીઓના ૪ દિવસ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે પસાર થશે

નવી દિલ્હી,  ભારતીય રમતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ચાર દિવસ માટે ખેલાડીઓના નામે કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં મેડલ વિજેતાઓ અને પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓના આગામી ૪ દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પસાર થશે. Olympic medalists will spend 4 days with the president and prime minister of India.

૧૫ ઓગસ્ટે પીએમ મોદીએ ખાસ મહેમાન તરીકે સમગ્ર ભારતીય ઓલિમ્પિક ટુકડીને લાલ કિલ્લા પર આમંત્રિત કરી છે. પીએમ મોદી પણ દરેકને વ્યક્તિગત રીતે મળશે અને વાત કરશે. આ સિવાય પીએમ મોદી તમામ ખેલાડીઓને તેમના નિવાસસ્થાને અલગથી મળશે.

૧૫ ઓગસ્ટે પીએમ મોદીએ ખાસ મહેમાન તરીકે સમગ્ર ભારતીય ઓલિમ્પિક ટુકડીને લાલ કિલ્લા પર આમંત્રિત કરી હતી

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા તેમના નિવાસ સ્થાને ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેલાડીઓ સિવાય તેમના કોચ, સપોર્ટ સ્ટાફને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામને દિલ્હી બોલાવાયા છે.

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લાલ કિલ્લા પર યોજાનારા કાર્યક્રમમાં ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ, વડાપ્રધાન મોદી ૧૬ ઓગસ્ટના રોજ તેમના નિવાસસ્થાને ખેલાડીઓ અને તેમના કોચને મળશે. આ દરમિયાન પીએમ ખેલાડીઓ અને મેડલ વિજેતાઓ સાથે પણ વાત કરશે.

તમામ ખેલાડીઓ અને સ્ટાફનો રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીને મળતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. તેમનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ સમારોહમાં ભાગ લઈ શકશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર બત્રા, મહાસચિવ રાજીવ મહેતા અને ઓલિમ્પિક એસોસિએશન પ્રમુખ અને પીએમ સાથેની બેઠક દરમિયાન તમામ ૧૮ સ્પોર્ટસ ફેડરેશનના પ્રમુખ અને મહામંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.