Western Times News

Gujarati News

અફઘાની અમેરિકનોનો વ્હાઈટ હાઉસની બહાર દેખાવો-પાકિસ્તાન પર પણ પ્રતિબંધ મુકવાની માંગ

અફઘાનની વર્તમાન હાલત માટે પ્રમુખ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા હતા

વોશિંગ્ટન,  અફઘાનીસ્તાનમાં તાલીબાની રાજ માટે અમેરિકા નિમિત બન્યુ છે. અમેરિકી સૈન્યની વિદાયના 103 દિવસમાં જ તાલીબાનોએ સતા આંચકી લેતા અમેરિકામાં પણ પ્રત્યાઘાતો પડયા છે. અફઘાની અમેરિકનોએ વિરોધ દર્શાવવા માટે વ્હાઈટ હાઉસની બહાર દેખાવો યોજયા હતા. US President Joe Biden was blamed for the current situation in Afghanistan

અમેરિકી વ્હાઈટ હાઉસની બહાર સેંકડો લોકો એકઠા થયા હતા અને અફઘાનની વર્તમાન હાલત માટે પ્રમુખ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા હતા.

પાકિસ્તાન ઉપર નિયંત્રણો મુકવાની માંગ કરી હતી. અમેરિકાએ ગત મે મહિનામાં સૈન્યને પાછુ બોલાવી લીધુ હતુ. હવે તાલીબાની સતા વચ્ચે રાજદુતાવાસના કર્મચારીઓ તથા નાગરિકોને પરત લાવવા માટે વધુ 1000 સૈનિકોને મોકલવાનો નિર્ણય લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.