Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા પ્લસના ત્રણ વેરિયન્ટ મળ્યા

Files Photo

મુંબઈ,  ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના ત્રણ સ્ટ્રેઈન મળી આવ્યા છે. એક્સપર્ટ્‌સનું માનીએ તો આ સ્ટ્રેઈન કેટલા અસરકારક છે અને કેટલી ઝડપથી ફેલાય છે તે જાણવા હજુ વધારે એપિડેમિઓલોજિકલ એનાલિસિસ કરવું જરુરી છે. હાલમાં જ ૬૬ જેટલા કેસના જિનોમ સિક્વન્સિંગમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના એવાય.૧, એવાય.૨ અને એવાય.૩ એમ કુલ ત્રણ અલગ-અલગ વેરિયંટ જાેવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર મહારાષ્ટ્ર અને નિયમોમાં કોરોનાના નિયમોમાં ભારે છૂટ આપવામાં આવી છે. તમામ લોકોને લોકલ ટ્રેનમાં ફરવાની છૂટ સાથે આંશિક નિયંત્રણો સાથે મોલ, હોટેલ્સ તેમજ રેસ્ટોરાં પણ ફરી ખોલી દેવામાં આવ્યા છે.

કોરોનાના ખૂબ જ ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિયંટ મ્યુટેડ થઈ ડેલ્ટા પ્લસમાં પરિણમ્યો હતો, જેની ચેપ ફેલાવવાની ક્ષમતા અગાઉના વેરિયંટથી વધારે હતી. હવે વૈજ્ઞાનિકોને વધુ ૧૩ સ્ટેઈન મળ્યા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં નોંધાયેલા દર્દીઓમાં ત્રણ વેરિયંટની હાજરી જાેવા મળી છે. શરુઆતના સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડેલ્ટા પ્લસ મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેઈલ ટ્રીટમેન્ટ સામે પણ પ્રતિકારક ક્ષમતા કેળવી ચૂક્યો છે. જાેકે, તે ડેલ્ટા જેટલો ઝડપથી પ્રસરે છે કે કેમ તે અંગે હજુ ખાસ પુરાવા નથી મળ્યા.

ડૉક્ટર્સનું માનીએ તો, અમેરિકાના કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસનો એવાય.૩ સ્ટ્રેઈન સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે નોન-સ્પાઈક પ્રોટિન મ્યુટેશન ધરાવે છે જેના વિશે હાલ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. મહારાષ્ટ્રમાં તેના આઠ કેસ જાેવા મળ્યા છે. મુંબઈમાં ત્રણ નવા વેરિયંટના ૧૧ કેસ સામે આવ્યા છે. જેમાં ૬૩ વર્ષના એક દર્દીનું મોત થયું છે. આ દર્દીના પરિવારના બે વ્યક્તિને પણ ડેલ્ટા પ્લસનો ચેપ લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિયંટનો સૌ પહેલો કેસ ડિસેમ્બરમાં મળ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ૮, માર્ચમાં ૧૮૫, એપ્રિલમાં ૧૭૩૭, મેમાં ૩૫૪૭ અને જુનમાં ૧૫૫૧ જ્યારે જુલાઈમાં ૧૦૬૦ કેસ સામે સામે આવ્યા હતા. ટૂંકમાં જેટલા પણ પેશન્ટના જિનોમ સિકવન્સ કરવામાં આવ્યા તેમાંના ૬૮ ટકામાં ડેલ્ટા વેરિયંટ મળી આવ્યો હતો. રાજ્યના સર્વેલન્સ અધિકારી ડૉ. પ્રદીપ અવાતેનું માનીએ તો, ડેલ્ટા પ્લસની કોઈ ગંભીર અસર દર્દીઓ પર નથી દેખાઈ રહી. તેના બદલે ડેલ્ટા હજુય ચિંતાનું કારણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.